મલાઈકાએ મજાક ઉડાવતા નારાજ થઈ અમૃતા અરોરા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Amrita-1024x576.jpg)
મુંબઈ, મલાઈકા અરોરા હાલ તેના રિયાલિટી શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા માટે ચર્ચામાં છે. જેના ગત એપિસોડમાં તેણે સ્ટેન્ડ અપ કોમેડી કરી હતી અને તેમા તેણે નાની બહેન અમૃતા અરોરાની મજાક ઉડાવવામાં કોઈ કસર છોડી નહોતી.
તે વખતે અમૃતા કંઈ બોલી નહોતી પરંતુ શોના લેટેસ્ટ એપિસોડમાં જ્યારે તે મહેમાન બની ત્યારે નારાજ જાેવા મળી હતી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વાત એટલે પહોંચી ગઈ હતી મલાઈકાએ અમૃતાની માફી માગવી પડી હતી. એપિસોડમાં, અમૃતા તેના મમ્મી સાથે મલાઈકાના ઘરે લંચ લેતી દેખાઈ, તે વખતે તેનો દીકરો અરહાન પણ ત્યાં જ હતો.
ટેબલ પર બેસવાની સાથે જ અમૃતા અને અરહાને એકબીજાની મજાક ઉડાવાવની શરૂ કરી દીધું હતું. અમૃતાએ ત્યારે મલાઈકાને કહ્યું હતું કે ‘હું તે દિવસે કંઈ બોલી નહોતી.
સ્ટેન્ડઅપમાં તે મારી મજાક ઉડાવી તે માટે થોડ઼ું વિચારી શકતી હતી. મારા ઓવર સાઈઝ કપડા વિશે, કંઈ ન કરવા અંગે કટાક્ષ…આ બધું કહેતા પહેલા તું મને ફોન કરીને પૂછી શકતી હતી કે આ બધા માટે હું ઠીક છું કે નહીં’.
વચ્ચે દખલગીરી કરતાં મલાઈકાએ કહ્યું હતું ‘સ્ટેન્ડઅપમાં આવું જ હોય છે’. તો અમૃતાએ કહ્યું હતું ‘તો શું સ્ટેન્ડઅપમાં કોઈને બસની નીચે ફેંકી શકે? હું તારા વિશે પણ પાંચ કિસ્સા કહી શકું છું. તું અદ્દભુત હતી. મેં તને તારી ક્ષણ એન્જાેય કરવા દીધી. મેં છેલ્લે તેને જાેઈ પછી પહેલીવાર લંચ માટે મળ્યા છીએ.
મને લાગે છે કે કંઈ કહેતા પહેલા તારે લોકોને પૂછવું જાેઈએ. પોતાના મનમાં રહેલો ઉભરો ઠાલવ્યા બાદ અમૃતા કાઉચ પર જઈને બેસી ગઈ હતી અને અરહાન પણ તેની સાથે જાેડાયો હતો. મલાઈકા પણ ઉઠીને તેની પાસે ગઈ હતી અને માફી માગ્યા બાદ ભેટી હતી.
સ્ટેન્ડઅપ શોમાં મલાઈકાએ અમૃતા વિશે કહ્યું હતું ‘મારા બહેન ઘરે બેઠી છે, તે ફની છે અને હું પ્રીટી છું. તેનો પતિ અમીર છે અને હું અહીંયા સ્ટેન્ડઅપ કરી રહી છું’. SS1MS