Western Times News

Gujarati News

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના ભારતીય સ્ટુડન્ટની હત્યા કરી જંગલમાં લાશ ફેકી

(એજન્સી)ગંટુર, અમેરિકામાં ભારતીયો સાથે બનતી ક્રાઈમની ઘટનામાં વધુ એકનો વધારો થયો છે. આંધ્ર પ્રદેશના એક ૨૦ વર્ષીય યુવાનની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે અને તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો છે.

પરુચુરી અભિજિત નામનો યુવાન આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાનો વતની હતો અને અમેરિકા સ્ટુડન્ટ તરીકે ગયો હતો. પરિવારે જણાવ્યા પ્રમાણે તે બોસ્ટન યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો. બીજા સ્ટુડન્ટ સાથે કોઈ ઝઘડામાં તેની હત્યા કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યું કે પરુચુરી અભિજિતનું મર્ડર કર્યા પછી હત્યારાઓ તેના બોડીને જંગલમાં એક કારમાં મૂકી ગયા હતા. અભિજિત તેના માતાપિતાનો એક માત્ર પુત્ર હતો. બાળપણથી જ તે ભણવામાં બહુ તેજસ્વી હતો. તેણે હાયર સ્ટડી માટે અમેરિકા જવાનું નક્કી કર્યું ત્યારે શરૂઆતમાં તેની માતા તૈયાર ન હતી. પરંતુ પુત્રનું ભવિષ્ય સુધરે તે માટે તે તેને અમેરિકા મોકલવા તૈયાર થઈ હતી.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પરુચુરી અભિજિતને બોસ્ટન યુનિવર્સિટીની એક કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું હતું. હવે તેની હત્યા કરવામાં આવી છે ત્યારે ભારત સ્થિત પરિવાર આઘાતમાં છે.

પોલીસના માનવા પ્રમાણે અભિજિતના ડોલર અને તેની પાસેના લેપટોપ માટે હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા છે. અભિજિતનો ઘણા સમય સુધી પતો ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોબાઈલ ફોનના સિગ્નલના આધારે જંગલમાંથી મૃતદેહ શોધી કાઢ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.