ચીની અખબારના એડિટરને આનંદ મહિન્દ્રાનો શાનદાર જવાબ
નવી દિલ્હી: ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ૫૯ ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે. આ ઘટના બાદ ભારત અને ચીન બંને તરફ સોશિયલ મીડિયા પર ખૂબ હલચલ છે. ચીનના એડિટર હૂ શિજિને પોતાના ટિવટર એકાઉન્ટથી ટિવટર કરી અને કહ્યું કે, જા ચીનના લોકો ભારતીય પ્રાડક્ટ બેન કરવા ઈચ્છે તો પણ તેમની પાસે તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી. એટલે ભારતીય પાસે કંઈક હોવું જાઈએ.
આ ટિવટર ને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી છે. મહિન્દ્રા પોતાની ટિવટર માં કહ્યું કે, આ કોમેન્ટ ભારતીય કંપનીઓ માટે સૌથી પ્રભાવી સાબિત થઈ શકે છે. તેમણે આ પ્રોવોકેશન માટે હૂ શિજિનનો આભાર માન્યો. સાથે જ ચેતવણી આપી કે, આનાથી અમે તે દિશામાં ઝડપથી આગળ વધીશું.
સરકારે જે એપ્સને પ્રતિબંધિત કરી છે તેમાં જેવા નામ છે. આ ઘટના બાદ ટિવટર પર વોકલ ફોર લોકલ અંતર્ગત ઘણી કંપની, એપ અને પ્રાડક્ટ અંગે જુદા-જુદા ટ્રેન્ડ ચાલી રહ્યા છે.
જેવી એક ભારતીય વિડીયો એપ છે સોમવારની ઘટના બાદ ગૂગલ પ્લે સ્ટોર પર આ એપના ડાઉનલોડ ગ્રાફમાં ખૂબ ઝડપી વધારો જાવા મળ્યો. કેટલાક ટ્વીટર યૂઝર્સ પેટીએમ જેવી કંપનીઓને પણ બેન કરવાની માગણી કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે, આ કંપનીમાં અલીબાબા અને તેની ગ્રુપ કંપનીનો ૪૦ ટકાથી વધુ હિસ્સો છે. જાકે, એવા લોકો પણ છે જેમનું કહેવું છે કે, પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા ભારતીય છે. ઉપયોગ માત્ર ભારતમાં થાય છે અને જા ૪૦ ટકા ચાઈનીઝ શેરમાં સચ્ચાઈ છે તો પણ ૬૦ ટકા કમાણી ભારતમાં જ રહે છે.