Western Times News

Gujarati News

શીલજની આનંદ નિકેતન SFA ચેમ્પિયનશિપ અમદાવાદની પહેલી એડિશનમાં “નંબર વન સ્કૂલ ઇન સ્પોર્ટ્સ” બની

·         અઝકા સરેશવાલા અને રેયના ચતુર્વેદીએ પ્રતિષ્ઠિત “ગોલ્ડન ગર્લ”નું ટાઇટલ જીત્યું જ્યારે સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના રિવાન મોદીએ પ્રતિષ્ઠિત “ગોલ્ડન બોય” ટાઇટલ મેળવ્યું

·         બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલે સ્કૂલ સ્પોર્ટ્સ કેટેગરીમાં બીજું સ્થાન મેળવ્યું જ્યારે તેની ખૂબ નજીક રહેલી રચના સ્કૂલે ત્રીજા સ્થાનથી સંતોષ માન્યો

અમદાવાદ, અમદાવાદમાં એસએફએ ચેમ્પિયનશિપ્સની પહેલી એડિશનનું જોશભેર સમાપન થયું જેમાં સ્કૂલોએ સ્પોર્ટિંગ અરેનામાં તેમની નોંધપાત્ર છાપ છોડી. ગ્રાન્ડ ફિનાલેમાં આનંદ નિકેતન, શીલજે મેદાન પર તેમની પ્રતિબદ્ધતા અને તાકાતનું પ્રમાણ આપીને “નંબર વન સ્કૂલ ઇન સ્પોર્ટ્સ” તરીકે તેનું સ્થાન મેળવ્યું. આનંદ નિકેતન, શીલજના એથ્લીટ્સે સ્પોર્ટ્સ માટે તેમનો અદ્વિતીય જુસ્સો બતાવીને 14 ગોલ્ડ, 12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ્સ જીતીને 167 પોઈન્ટ્સ સાથે પ્રભાવશાળી પોડિયમ જીત્યા હતા.

ચેમ્પિયનશિપ્સમાં શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલે ફર્સ્ટ રનર-અપ તથા રચના સ્કૂલે સેકન્ડ રનર-અપ એવોર્ડ મેળવ્યો. આ સિદ્ધિ રમતના મેદાનમાં અમદાવાદની સ્કૂલોએ બતાવેલી તીવ્ર સ્પર્ધા અને પ્રશંસનીય ખેલભાવના દર્શાવે છે.

એકંદરે વિજય ઉપરાંત અમદાવાદની સ્કૂલોના વ્યક્તિગત એથ્લીટ્સે પોડિયમ પર તેમની વિશિષ્ટતા સાબિત કરી હતી. પ્રતિષ્ઠિત ગોલ્ડન ગર્લ ટાઇટલ ફ્રીસ્ટાઇલ, બ્રેસ્ટસ્ટ્રોક, બટરફ્લાય અને ઇન્ડિવિડ્યુઅલ મેડલી સહિતની કેટેગરીઝમાં સ્વિમિંગમાં 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ્સ જીતનારી ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનની અઝકા સરેશવાલા તથા એથ્લેટિક્સ તેમજ ફૂટબોલમાં બે ગોલ્ડ મેડલ્સ જીતનારી રિવરસાઇડ સ્કૂલની રેયના ચતુર્વેદી વચ્ચે વહેંચાયું હતું.

દરમિયાન, રિવાન મોદીએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ તથા એથ્લેટિક્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ જીતીને ગોલ્ડન બોયનું પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું હતું.

એસએફએ ચેમ્પિયનશિપ્સની અમદાવાદની પહેલી એડિશનમાં 370થી વધુ સ્કૂલ્સના 8,000 એથ્લીટ્સે ભાગ લીધો હતો જેમણે વિવિધ રમતોમાં મેચને રોમાંચક બનાવી હતી. ફૂટબોલ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ અને કબડ્ડી જેવી ટોચની રમતે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ચેમ્પિયનશિપમાં સંતુલિત સહભાગિતા જોવા મળી હતી જેમાં 70 ટકા છોકરાઓ તથા 30 ટકા છોકરીઓએ ભાગ લઈને આ વાઇબ્રન્ટ સ્પોર્ટિંગ માહોલમાં યોગદાન આપ્યું હતું.

આઈઆઈટી ગાંધીનગર ખાતે ફેકલ્ટી ઇન્ચાર્જ ઓફ સ્પોર્ટ્સ પ્રોફેસર અભિજિત મિશ્રાએ જણાવ્યું હતું કે “એસએફએ ચેમ્પિયનશિપ્સના વાઇબ્રન્ટ માહોલમાં અમદાવાદના એથ્લીટ્સે અભૂતપૂર્વ પ્રતિભા, પ્રતિબદ્ધતા તથા ખેલભાવના બતાવી તે જોવું ખરેખર પ્રેરણાદાયી હતું. પહેલી એડિશને ખેલાડીઓના હૃદયમાં સ્પોર્ટ્સની લાગણી જગાવી દીધી છે. એસએફએ પાયાના સ્તરે વિકાસ પર પ્રાથમિકતા આપી રહી છે અને સ્પોર્ટ્સમાં પ્રતિભાઓને સશક્ત કરવા તથા ઉત્કૃષ્ટતાનું જતન કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યું છે અને આપણા શહેરના વાઇબ્રન્ટ સ્પોર્ટિંગ કલ્ચરમાં યોગદાન આપી રહ્યું છે. અમે ચેમ્પિયનશિપ્સની હવે પછીની એડિશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.”

અમદાવાદમાં એસએફએ ચેમ્પિયનશિપ્સની પહેલી એડિશનની સફળતા રમતોને પ્રોત્સાહન આપવા તથા તંદુરસ્ત સ્પર્ધાની ભાવનાને જગાવવામાં નાની ઉંમરના એથ્લીટ્સ, સ્કૂલો, સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીમોના સપોર્ટની પ્રતિબદ્ધતા તથા સમર્પણ દર્શાવે છે. શહેરની આ એડિશન પૂરી થઈ રહી છે ત્યારે હવે ભવિષ્યની એડિશનની રાહ જોવાઈ રહી છે જે શહેરના ભાવિ ચેમ્પિયનોની રમતની ભાવનાની ઊજવણી કરવાનું તથા પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.