Western Times News

Gujarati News

ગ્રેબ્રિએલા પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું

મુંબઈ: અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરા ડ્રગ્સ કેસમાં ગેબ્રિએલાના ભાઈ અગિસિયાલોસ ડેમેટ્રિએડ્‌સની ધરપકડ કર્યા બાદ તેણે (ગ્રેબ્રિએલા) પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવેટ કર્યું છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને ગેબ્રિએલાના ભાઈ પાસેથી હશીશ અને અલ્પ્રાઝોલમ ટેબલેટ્‌સ મળી આવી હતી. આ વાતની પુષ્ટિ કરતાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેઅ જણાવ્યું હતું, આરોપી સુશાંત-રિયા કેસના ડ્રગ પેડલર્સ સાથે સંપર્કમાં હતો. તેનું આ કેસમાં સીધું કનેક્શન મળી આવ્યું છે ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે.

“એનસીબીને અગિસિયાલોસની બે દિવસની કસ્ટડી મળી છે. મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પકડાયેલા ડ્રગ પેડલર્સ સાથેના સંપર્કની વાત સામે આવ્યા ગેબ્રિએલાના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, અગિસિયાલોસ ડ્રગ્સ સપ્લાયમાં સક્રિય હતો. ગેબ્રિએલાની વાત કરીએ તો તે અર્જુન રામપાલ અને દીકરા એરિક સાથેની તસવીરો અવારનવાર શેર કરતી રહે છે. લોકડાઉન દરમિયાનના તેમના ફેમિલી ટાઈમની સુંદર તસવીરો પણ ગેબ્રિએલાએ શેર કરી હતી. જે ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ હતી. જણાવી દઈએ કે, ગેબ્રિએલા અને અર્જુન રામપાલના દીકરા એરિકનો જન્મ ગયા વર્ષે જુલાઈ મહિનામાં થયો હતો.

મહત્વનું છે કે, અગાઉ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી હતી. જો કે, રિયા થોડા દિવસ પહેલા જ જામીન પર મુક્ત થઈ રહી છે. રિયા ૨૮ દિવસ ભાયખલ્લા જેલમાં રહી હતી. બોમ્બે હાઈકોર્ટે ૧ લાખ રૂપિયાના બોન્ડ પર રિયાને જામીન આપ્યા હતા. સાથે જ મુંબઈ અને દેશ ના છોડવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત આગામી ૬ મહિના સુધી દર મહિને એકવાર એનસીબીની ઓફિસે જઈને હાજરી પુરાવાનું કહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.