Western Times News

Gujarati News

પોક્સો કેસમાં ભાગતા આરોપી મિથુનસિંગને હાજર થવા ફરમાન જારી કરાયું

નામદાર કોર્ટ તરફથી CRPCની કલમ ૮૨ મુજબ કાર્યવાહી કરવા ફરમાન જારી કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરના ઝોન – ૬ના નાયબ પોલીસ કમિશનરશ્રીની અખબારી યાદી અનુસાર અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ નં- ૨૦ ખાતે સ્પે. પોક્સો કેસ નં. ૧૧૯/૨૦૧૮ (ક્રિ.જા.નં. ૨૧૦૩૩/૨૦૨૧ તા.૧૭.૧૨.૨૦૨૧)ના આરોપી નામે મિથુનસિંગ સ/ઓ રાજદેવસિંગ જાતે રાજપૂતને હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર આરોપી નામે મિથુનસિંગ સ/ઓ રાજદેવસિંગ જાતે રાજપૂત રહેવાસી, સવિતાનગર, રાજકલીબેન શિવકુમારના મકાનમાં મહાલક્ષ્મી તળાવ પાસે વટવા, અમદાવાદ શહેર મૂળ વતન ધર્મવાડી થાણ વૈકુંડપર પો.સફીયાબાદ જી. ગોપાલગંજ બિહાર રાજ્ય વિરુધ્ધ કોર્ટમા કેસ ચાલવા ઉપર છે.

જેની ઉપર વટવા પોલીસ સ્ટેશનમાં ફ.ગુના.ર.નં.૮૯/૨૦૧૮ ઈપીકો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(આઈ)(એન) તથા પોક્સો એક્ટની કલમ ૩,૪,૫,૬,૧૧(૬) અને ૧૨ મુજબ ગુનો નોંધાયેલ છે. અથવા એવો ગુનો કરેલો હોય તેવો શક છે. જે સજાપાત્ર ગુનો બને છે અને આ કામનો આરોપી ઘણા સમયથી મુદતે નામદાર કોર્ટ સમક્ષ રહેતા નથી.

અને નાસતા ફરે છે. (અથવા તો સદર ગિરફ્તારી વોરંટની બજણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે.) આથી નામદાર જજશ્રીએ આરોપી વિરુદ્ધ CRPC ની કલમ ૮૨ મુજબની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.