Western Times News

Gujarati News

પોસ્ટ ઑફિસ તેમજ ગ્રામોદ્યોગ આયોગની વેબસાઇટ પરથી ઓનલાઇન તિરંગો ઓર્ડર કરી શકાશે

અમદાવાદમાં પોસ્ટ ઑફિસ, ખાદી ભંડાર ઉપરાંત એરપોર્ટ તથા આલ્ફા વન મૉલ પરથી ખરીદી શકો છો તિરંગો

‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા ઉત્સુક નાગરિકોને સહેલાઈથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થઈ શકે તે માટે શરૂ કરાયો રાષ્ટ્રધ્વજ વેચાણ કાર્યક્રમ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 13થી 15 ઓગસ્ટ, 2022 દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં દરેક નાગરિકને સહેલાઈથી તિરંગો ઉપલબ્ધ બને, એ માટે તંત્ર દ્વારા વેચાણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોસ્ટ ઑફિસ ઉપરાંત વિવિધ ખાદી ભંડારમાંથી પણ ખાદીના રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે. પોસ્ટ ઑફિસની અધિકૃત વેબસાઇટ પરથી પણ તિરંગો મેળવી શકાય છે. 1 ઑગસ્ટથી 15 ઑગસ્ટ દરમિયાન વિશેષ રાષ્ટ્રધ્વજ વેચાણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

હર ઘર તિરંગાની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અર્થે રાષ્ટ્રધ્વજ સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના હસ્તકના ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમના વિવિધ એમ્પોરિયમ ખાતે તારીખ 1થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ વેચાણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

અમદાવાદ શહેરના નીચે મુજબના ખાદી ભંડારો (એમ્પોરિયમ્સ) તથા ખાદી સંસ્થાઓ ખાતે રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

Ø  ખાદી મંદિર-એલિસ બ્રિજ, હરિકૃપા ટાવર, જૂના શારદા મંદિર ચાર રસ્તા, એલિસબ્રિજ, અમદાવાદ.

Ø  ગુજરાત ખાદી પ્રતિષ્ઠાન, રામકોરબા સોસાયટી સામે, રાણીપ, અમદાવાદ.

Ø  શ્રી સર્વોદય વિદ્યાવિહાર ટ્રસ્ટ-જોરાવરનગર, દુકાન નં-૮/૯, ભગવતી કોમ્પ્લેક્સ, બુટ ભવાની મંદિર પાસે, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નજીક, વેજલપુર, અમદાવાદ.

Ø  પંચવટી, સરવૈયા હાઉસ વ્હાઇટ હાઉસ ચાર રસ્તા નજીક, પંચવટી, અમદાવાદ.

Ø  આંબાવાડી અમદાવાદ, દુકાન નં -૨૭/૨૮, કામધેનુ કોમ્પ્લેક્ષ, સહજાનંદ કોલેજની સામે, પાંજરાપોળ અમદાવાદ.

Ø  અમદાવાદ હાટ, ઓરબિંદો સોસાયટી નજીક, વસ્ત્રાપુર, અમદાવાદ.

Ø  એરપોર્ટ, અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ (ડિપાર્ચર), અમદાવાદ

આ ઉપરાંત ખાદીના રાષ્ટ્રીય ધ્વજ ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગની નીચે મુજબની વેબસાઈટ અને પોર્ટલ પર “Buy Khadi Products” ઓપ્શનમાં વેચાણ હેતુસર ઉપલબ્ધ છે.

વેબસાઈટ: www.khadiindia.gov.in, પોર્ટલ: www.kviconline.gov.in

અમદાવાદ શહેરના આલ્ફા વન મોલ, વસ્ત્રાપુર ખાતે તારીખ ૧ ઓગસ્ટથી તારીખ ૧૫ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ ઘર, તમામ સરકારી કચેરીઓ, જાહેર સેવાની ઇમારતો, ઔદ્યોગિક એકમો, ખાનગી કચેરીઓ, દુકાનો, દવાખાના વગેરે તમામ ઇમારતો પર તિરંગો લહેરાય એવી નેમ સાથે તંત્રના સક્રિય પ્રયાસો જારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.