બનાસકાંઠામાં તાપમાન ગગડતા કેટલાક ગામોમાં બરફ જામ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Banas-1024x576.webp)
ડીસા, ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, આવામાં રાજ્યના ઉત્તર ભાગમાં ઠંડીનો વધારે ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીએ ૨૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના બનાસકાંઠામાં પણ ઠંડીનું જાેર સતત વધી રહ્યું છે. આવામાં જિલ્લાના થરાદ, લાખણી, ડીસા, પાલનપુર સહિતના ભાગોમાં ઠંડીનું જાેર સતત વધી રહ્યું છે.
વાસી ઉત્તરાયણ પર બનાકાંઠાના કેટલાક ભાગોમાં ઠંડીનું જાેર વધવાથી બરફની પાતળી ચાદર પણ પથરાઈ હતી. બનાસકાંઠામાં પડી રહેલી ઠંડી સાથે લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. હવામાન ઠંડુંગાર થવાથી જનજીવન પર પણ તેની અસર પડી રહી છે.
ગુજરાતમાં ૩.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠાના અમારા સંવાદદાતા કિશોર તુંવર જણાવી રહ્યા છે કે, બનાસકાંઠામાં પડી રહેલી કાતિલ ઠંડીની સીધી અસર અહીંના જનજીવન પર પડી રહી છે.
વહેલી સવારે ૮ વાગ્યે જે દુકાનો ખુલી જતી હતી હવે મોડી ખુલી રહી છે. અહીં ઠંડીના બીજા રાઉન્ડનો ચોથા દિવસે પણ ઠંડીનું જાેર યથાવત છે. બનાસકાંઠામાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે તેનાથી બચવા માટે લોકો ગરમ કપડાંની સાથે તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. વાસી ઉત્તરાયણ પર થરાદ અને લાખણીના કેટલાક ગામોમાં તાપમાન વધારે નીચું જવાથી બરફની ચાદર છવાઈ ગઈ હતી.
આજે પણ આ વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીના કારણે ખેડૂતો થઈ રહ્યા છે પરેશાનઃ બનાસકાંઠામાં ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર તેની અસર પડી રહી છે અને તેની સાથે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
બટાકા તથા જીરાની ખેતી કરનારા ખેડૂતોને પાક ભારે ઠંડી પડી રહી છે તેની અસર થવાનો ડર સતાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાછલા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન ૯.૭ ડિગ્રી ઘટ્યું છે.
રવિવારે અહીનું તાપમાન ૮.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ ઠંડીનું જાેર વધી શકે છે. નવા અઠવાડિયાની શરુઆતમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ આગામી બે દિવસ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી વકી છે.SS1MS