Western Times News

Gujarati News

૨૦૨૨માં ૩૯,૯૮૯ દંપતી લગ્નના બંધનમાં બંધાયા

અમદાવાદ, કોરોના મહામારીને કારણે પ્રત્યેક વ્યક્તિનું જીનવ પ્રભાવિત થયું. કોઈના શિક્ષણને અસર થઈ તો કોઈના વેપારને અસર થઈ. આ સિવાય કોરોના મહામારી દરમિયાન લગ્ન જેવા સામાજિક પ્રસંગો માટે પણ ચુસ્ત ગાઈડલાઈન જાહેર પાડવામાં આવી હતી.

આ કારણોસર તે વર્ષો દરમિયાન ઘણાં લોકોએ પોતાના પ્રસંગોને અભરાઈએ મૂકી દીધા અને જેના પરિણામે વર્ષ ૨૦૨૨માં જ્યારે સ્થિતિ સામાન્ય થઈ તો મોટી સંખ્યામાં લોકોએ લગ્ન કર્યા. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લામાં રજિસ્ટ્રારની ઓફિસમાં ૩૯,૯૮૯ લગ્નો ગત વર્ષે નોંધાયા છે.

પાછલા પાંચ વર્ષમાં સત્તાવાર લગ્ન નોંધણીનો આ સૌથી મોટો આંકડો છે. કોરોના મહામારીના સમયની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં ૨૭૧૫૯ જ્યારે વર્ષ ૨૦૨૧માં ૩૩૪૩૬ લગ્નની નોંધણી કરવામાં આવી હતી. તે પહેલાના સમયની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૯માં ૨૨૯૪૬ લગ્ન રજિસ્ટર કરવામાં આવ્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૩૩૭૯૬ હતો.

AMCના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ ૩૩,૦૦૦ લગ્નોની નોંધણી થાય છે. કોરોના મહામારી સમયે નિયંત્રણોને કારણે આ આંકડામાં ઘટાડો જાેવા મળ્યો હતો. કોરોનાના વર્ષો દરમિયાન લગ્નપ્રસંગોની સંખ્યામાં ૭૦૦૦ જેટલો ઘટાડો જાેવા મળ્યો હતો. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં જે લગ્નોને મુલતવી રાખવામાં આવ્યા હતા એ તમામ વર્ષ ૨૦૨૨માં થયા છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૨માં સૌથી વધારે લગ્ન થયા હોવાની જાણકારી મળી રહી છે. કર્ણાવતી વિદ્વત પરિષદના પ્રમુખ સમીર શાસ્ત્રી જણાવે છે કે, અમે જાેયું કે કોરોના મહામારી દરમિયાન ઘણાં લોકોએ લગ્નપ્રસંગ મુલતવી રાખ્યા હતા અને પછી ૨૦૨૨માં લગ્ન કર્યા હતા, કારણકે ઘણાં લોકોને ધામધૂમથી લગ્ન કરવાની ઈચ્છા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેર કરવામાં આવેલા લગ્નની નોંધણીના ડેટા પરથી કહી શકાય કે, ૨૦ માર્ચ, ૨૦૨૦ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો અને ત્યારપછી ૨૫મી માર્ચના રોજ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકોના પ્રસંગો પ્રભાવિત થયા. ગત વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ લગભગ ૮૦૦૦ લગ્નની નોંધણી થઈ હતી, જ્યારે માર્ચ અને ડિસેમ્બર દરમિયાન ૧૯,૦૦૦ લગ્નો નોંધાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.