લૂંટ કરવાના આરોપમાં આશિક પટેલની ધરપકડ
અમદાવાદ, અમેરિકાના મેરીલેન્ડના માઉન્ટ આયરીમાં રહેતા આશિકકુમાર પટેલ નામના એક ગુજરાતીની અમેરિકન પોલીસ દ્વારા લૂંટના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આશિક પટેલે રેલરોડ સ્ટ્રીટમાં આવેલા એક કÂન્વનિયન્સ સ્ટોરમાં હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી તેવો તેના પર આરોપ છે. તેણે સ્ટોરના સ્ટાફને ધમકી આપીને પૈસાની ડિમાન્ડ કરી હતી, પરંતુ તે ક્રાઈમ સીન પરથી ભાગ્યો ત્યારબાદ તેને હારિસન કાઉન્ટીના ડેપ્યુટીઝ દ્વારા રોકવામાં આવ્યો હતો.
ત્યારબાદ લોંગ બીચ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથેના ઈન્વેસ્ટિગેશનમાં તે આર્મ્ડ રોબરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું કન્ફર્મ થતાં તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. અમેરિકામાં રોબરી થવી ખૂબ જ સામાન્ય વાત ગણાય છે, પરંતુ આ એક અતિ ગંભીર પ્રકારનો ગુનો છે.
મેરીલેન્ડ જેવા રાજ્યમાં જો કોઈ આરોપી પર હથિયાર બતાવી કોઈને લૂંટવાનો કે લૂંટવાનો પ્રયાસ સુદ્ધા કરવાનો ગુનો સાબિત થાય તો તેને ૨૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, અને તેમાંથી અડધી સજા પૂરી થયા બાદ જ તેમને પેરોલ પર છૂટવા મળે છે.
અમેરિકામાં જો કોઈને સામાન્ય ગુનામાં અરેસ્ટ કરવામાં આવે તો તે પાંચથી દસ હજાર ડોલરના બોન્ડ પર છૂટી જતો હોય છે, પરંતુ આશિક પટેલ પર કોર્ટે અઢી લાખ ડોલરનો બોન્ડ મૂક્યો છે, જે દર્શાવે છે કે તેના પર લાગેલો આરોપ કેટલો ગંભીર છે.
અમેરિકામાં ગુજરાતીઓ રોબરીનો ભોગ બન્યા હોય તેવા તો ઘણા કિસ્સા સામે આવતા રહે છે, પરંતુ કોઈ ગુજરાતીની રોબરીના કેસમં ધરપકડ થઈ હોય તેવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. અમેરિકાના જ જ્યોર્જિયામાં ૨૧ જાન્યુઆરીના રોજ એક ગેસ સ્ટેશનમાં રોબરી થઈ હતી, જેમાં પોલીસે પાછળથી ગેસ સ્ટેશનમાં કેશિયર તરીકે કામ કરતા રાજ પટેલ અને તેના બીજા એક સાથીદારની ધરપકડ કરી હતી.
આ બંને પર ગેસ સ્ટેશનમાં ફેક રોબરીનું નાટક કરવાનો આરોપ હતો. આ ઘટનામાં પાંચ હજાર ડોલરની લૂંટ થઈ હતી, પરંતુ પોલીસે ગેસ સ્ટેશનનો વિડીયો ચેક કર્યો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે રાજ પટેલ પર હુમલો કરીને કેશ કાઉન્ટરમાંથી પાંચ હજાર ડોલર લઈને ભાગી જનારો વ્યક્તિ ડેની કર્ટિસ ખરેખર તો તેની સાથે જ કામ કરતો હતો.
રોબરી વખતે ઢળી પડવાનું નાટક કરનારો રાજ પટેલ ગણતરીની મિનિટોમાં જ ઉભો થઈ ગયો હતો, પરંતુ રોબરીની જાણ પોલીસને છેક અડધો કલાક પછી કરવામાં આવી હતી.
પોલીસે સર્વેલન્સ ફુટેજ પણ ચેક કર્યા હતા, જેમાં લૂંટ કરનારો વ્યક્તિ ગેસ સ્ટેશન પરથી ભાગીને એક જગ્યાએ કપડાં બદલી પાછો ગેસ સ્ટેશન પર આવતા દેખાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતે રાજ પટેલના કહેવા પર આ લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.SS1MS