અશ્વિન ૫૦૦ ટેસ્ટ વિકેટના જાદુઈ આંકડાથી એક ડગલું દૂર છે
રાજકોટ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં ૧-૧થી બરાબર છે. રાજકોટમાં સ્લો ટ‹નગ પીચ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વની બનશે.
રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં સ્પિન-ફ્રેન્ડલી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામે હંગામો મચાવવા માટે તૈયાર છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. ભારત માટે અત્યાર સુધી માત્ર અનિલ કુંબલે જ આ ચમત્કાર કરી શક્યા છે.
રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ૯૭ ટેસ્ટ મેચમાં ૪૯૯ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચશે. રવિચંદ્રન અશ્વિન વધુ ૧ વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટના જાદુઈ આંકડાને સ્પર્શ કરશે.
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનારો ભારતનો માત્ર બીજો બોલર બનશે. અત્યાર સુધી માત્ર મહાન લેગ સ્પિનર અનિલ કુંબલે જ ભારત માટે આ મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યો છે. ભારત માટે અત્યાર સુધી માત્ર અનુભવી લેગ સ્પિનર અનિલ કુંબલે ૫૦૦ કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં સફળ રહ્યો છે.SS1MS