અટલજીના ભાષણ કરતા તેમના મનોબળમાં વધુ તાકાત હતીઃ મોદી
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઈની જન્મજ્યંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Âટ્વટ કરી શ્રદ્ધાસુમન આપતા જણાવ્યુ હતુ કે બાજપાઈજીના ભાષણો કરતાં તેમના મનોબળમાં વધારે તાકાત હતી. સૌને સાથે રાખી કામ કરવાના તેમના સ્વભાવને કારણે દેશમાં તથા વિદેશમાં વધુ લોકપ્રિય બન્યા હતા. તેઓ એક શ્રેષ્ઠ પાર્લામેન્ટરીયન હતા.
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મજ્યંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજપાઈની પ્રતિમાની અનાવરણ વિધિ પણ કરશે. તથા બાજપાઈજીની ભૂજલ યોજનાના પણ તેઓ લોંચ કરશે. ગુજરાતમામાં અટલ યોજના માટે રૂ.૬ કરોડ મંજુર કરતી કેન્દ્રીય કેબિનેટ ગૃહમંત્રી અમિત શાહ તથા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ બાજપાઈજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ વડાપ્રધાન લખનૌની યુનિવર્સિટીનું નામ બાજપાઈ યુનિવર્સિટી રાખવાની જાહેરાત પણ કરી હતી. રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન બાજપાઈની જન્મજ્યંતિ પ્રસંગે શ્રદ્ધાંજલી આપી હતી.