આ સ્થળે અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે સાત ફેરા લીધાઃ ફોટો થયા વાયરલ
આથિયા અને રાહુલની હલ્દી સેરેમનીના ફોટો થયા વાયરલ-સંગીતથી માંડીને મહેંદી, હલ્દી અને લગ્ન સુધીની તમામ ફરજાે સુનીલ શેટ્ટીએ અત્યંત નિષ્ઠાથી નિભાવી હતી
View this post on Instagram
મુંબઈ, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ પોતાની હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેના કેપ્શનમાં તેમણે ‘સુખ’ લખ્યું છે. હલ્દી સેરેમની દરમિયાન બંને મસ્તીના મૂડમાં જાેવા મળી રહ્યા છે અને તેમણે ખૂબ જ મસ્તી કરી હતી. સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
તેણે ૨૩ જાન્યુઆરીએ ખંડાલાના ફાર્મહાઉસમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે સાત ફેરા લીધા છે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું રિસેપ્શન મે મહિનામાં IPL પછી થશે. સુનીલ શેટ્ટીએ સ્પષ્ટ કર્યું કે આ ફંક્શન IPLપછી જ થશે. એક સૂત્રએ જણાવ્યું કે ક્રિકેટના શેડ્યૂલને કારણે બોલિવૂડ અને રમતગમતની હસ્તીઓ માટેની પાર્ટી મોકૂફ રાખવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રિસેપ્શનમાં ત્રણ હજાર મહેમાનો આવશે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર સુધી ઘણા સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. માત્ર રિસેપ્શન જ નહીં પરંતુ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું હનીમૂન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે.
અથિયા અને કેએલ રાહુલે વ્યસ્ત શેડ્યૂલને કારણે હાલ તેમનું હનીમૂન રદ કર્યું છે. અથિયાએ તાજેતરમાં જ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને તે તેમાં વ્યસ્ત છે. તે જ સમયે કેએલ રાહુલનું શેડ્યૂલ પણ ભરચક છે. રાહુલ ૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી મેચ માટે પ્રેક્ટિસનું આયોજન કરી રહ્યો છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેલ્લા ૪ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ તેઓએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ના સ્ક્રિનિંગમાં તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા હતા. આથિયાના ભાઈ અહાને આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
ફિલ્મના સ્ક્રિનિંગ સમયે આથિયા અને કેએલ રાહુલ એકસાથે પ્રવેશ્યા અને મીડિયા માટે પોઝ આપ્યો. ત્યારથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકસાથે ફરવા લાગ્યા. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર છે.