તૃણમુલ નેતાને ત્યાં દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલો
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ ઠેકાણે દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે ૨૫૦થી ૩૦૦ લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘેરી લીધી હતી.
આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતા. માહિતી અનુસાર લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાંચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી.
ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું. SS2SS