Western Times News

Gujarati News

૧૫ ભારતીય સહિતનું જહાજ સોમાલિયામાં હાઈજેક થયું

નવી દિલ્હી, સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા જહાજને હાઇજેક કરી લેવાયાના અહેવાલ મળી રહ્યા છે. આ જહાજ ગઈકાલે હાઈજેક થયું હતું. ભારતીય સૈન્ય આ મામલે સક્રિય થઇ ગઈ છે. અપહરણ કરાયેલા આ જહાજ પર લાઈબેરિયાનું ધ્વજ હતું.

માહિતી અનુસાર આ જહાજના ચાલકદળમાં ૧૫ ભારતીય સભ્યો પણ સામેલ છે. ભારતીય નેવીના વિમાન આ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે.

આ ઘટના બાદથી ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઇ પણ સ્થિતિનો સામનો કરવા જહાજ તરફ આગળ વધી રહ્યું છે.
સોમાલિયા નજીક કોઈ જહાજના હાઈજેકની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સોમાલિયામાં સમુદ્રી ચાંચિયાઓએ અરબ સાગરમાં માલ્ટાના જહાજ એમવી રુએનને હાઈજેક કરી લીધું હતું.

આ ઘટનાની માહિતી મળતાં જ ભારતીય નેવી તરત જ એક્ટિવ થઇ હતી. ઉતાવળે નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અરબ સાગર રવાના કરાયું હતું જેના બાદ ભારતીય નેવીએ આ જહાજને રેસ્ક્યૂ કર્યો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.