ઓસ્ટ્રેલિયન મેથ્યુ હેડનનો આરોપ અમ્પાયરોએ જાણી જોઇને ભારતને જીતાડવામાં કરી મદદ
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યૂ હેડને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી-૨૦ મેચની આખરી ઓવરમાં સ્ક્વેર લેગ અમ્પાયરના ર્નિણય અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મેથ્યુ હેડને જાહેર કર્યું હતું કે મેચની અંતિમ ઓવરમાં અમ્પાયરોએ હોમ ટીમને બે વાર મદદ કરી હતી.
હકીકતમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના લેજન્ડરી ઓપનર મેથ્યુ હેડનને રવિવારે બેંગાલુરુમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચમી ટી-૨૦ મેચ દરમિયાન વિવાદિત કોમેન્ટ્સ બાદ ચાહકોની ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. મેચની અંતિમ ઓવરથી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૧૦ રનની જરૂર હતી અને ભારતના સુકાની સૂર્યકુમાર યાદવે યુવા પેસર અર્શદીપ સિંહને બોલ સોંપ્યો હતો.
પ્રથમ બોલ બાઉન્સર હતો અને મેથ્યૂ વેડને ખાતરી થઈ ગઈ હતી કે, તે તેના માથાની ઉપર ગયો છે, છતાં અમ્પાયરે ઓસ્ટ્રેલિયાને વાઈડ બોલ નહોતો આપ્યો. હેડન અમ્પાયરે આપેલા ર્નિણયથી ખુશ નહતો અને આ ઘટનાના રિપ્લે બાદ તેણે કહ્યું હતુ કે, અમ્પાયરે લીધેલા ર્નિણયથી વેડ અપસેટ અનુભવે તે એકદમ યોગ્ય છે. તેણે કોમેન્ટ્રી કરતા કહ્યું કે, “તમે જાેઈ શકો છો કે એ શા માટે અપસેટ છે, તે ચોક્કસપણે વાઇડ છે. તેના માથા ઉપરથી પસાર થયો છે. તે તેની પોઝીશન વિશે પણ જાેવું જાેઇએ. તે તે બોલ પર ઉભો હતો અને તે ત્યારે તેના માથા ઉપર હતો.
આ ઓવરની અંતિમ ડિલિવરી પર ફરી એક વખત વિવાદ સર્જાયો હતો. કારણ કે નાથન એલિસનો એક શોટ સીધો જ મેદાન પર ઊતરી ગયો હતો અને અમ્પાયર વિરેન્દ્ર શર્માને વાગ્યો હતો. અર્શદીપ કેચ પકડવામાં નિષ્ફળ ગયા બાદ જાે બોલ અમ્પાયરને ન વાગ્યો તો તે બાઉન્ડ્રી સુધી પહોંચી જાત તેવી શક્યતા અંગે કોમેન્ટેટરોએ ચર્ચા કરી હતી.
હેડને ચર્ચા દરમિયાન કમેન્ટ કરી હતી કે, “અમ્પાયરે આ ઓવરમાં બીજી વખત પોતાનું કામ કર્યું છે. તેના પર એક નજર નાંખો. આ વખતે બધું આંખોની સામે જ છે, સ્ક્વેર પર નહીં. તેઓ અહીં ટેગ-ટીમિંગ કરી રહ્યા છે.” ઓસ્ટ્રેલિયા છ રનથી મેચ હારી ગયું હતું અને હેડનની આ કોમેન્ટની સોશિયલ મીડિયા પર ફેન્સે આકરી ટીકા કરી હતી.SS1MS