ઓટોમોબાઈલ સેક્ટરમાં આવતા ત્રણ મહિનામાં પાંચ લાખ લોકો બેરોજગાર થઈ શકે છે
નવી દિલ્હી, દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રે પર મંદીના વાદળો છવાઈ રહ્યા છે. આ ક્ષેત્રનો દેશના જીડીપીમાં હિસ્સો ૨.3 ટકા છે. માનવામાં આવે છે કે આગામી ક્વાર્ટરમાં, આ ક્ષેત્રના લાખો લોકોના રોજગારનું સંકટ આવી શકે છે. આ સમગ્ર ઓટો સેક્ટરમાં આવેલી મંદીના કારણે છે. આ ક્ષેત્રમાં વેચાણની નોકરી ઉપરાંત, તકનીકી, પેઇન્ટિંગ, વેલ્ડીંગ, કાસ્ટિંગ, ઉત્પાદન તકનીકી અને અન્ય કામો ગાડીઓ અને ટુવ્હીલર વેચવાના અભાવને કારણે જોખમમાં મૂકાયા છે. આ ઉપરાંત એમએસએમઇ ક્ષેત્રને નવા ઓર્ડર મળતા નથી. જૂલાઈ, 2019 મહિનામાં વેચાણ 19 ટકા ઓછું થયું હતું. આ ઉપરાંત ઓગસ્ટ તહેવારની સીઝન હોવા છતાં વેચાણમાં કોઈ સુધારો થયો નથી.
માઇક્રો, સ્મોલ અને મીડિયમ કંપનીઓને મોટે ભાગે યોગ્ય ઓર્ડર મળી રહ્યા નથી, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ જોખમમાં મૂકાઈ છે. ઓટો કંપની જેવી કેટલીક કંપનીઓએ પણ તેમના કામકાજના સમય ઘટાડ્યા છે. તે જ સમયે, નવી ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હવે તેઓ છૂટા થવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓએ 15 ઓગસ્ટથી 3 દિવસ પ્રોડકશન પર બ્રેક લગાવી દીધી હતી.
ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એક્સ્મા) ના જણાવ્યા અનુસાર, ઓટોમોબાઈલ ઉદ્યોગ ઘટી રહ્યો છે અને ઘટક ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનામાં એક લાખથી વધુ નોકરીઓ ગુમાવી દીધી છે અને આ વલણ આગામી 3-4-. મહિના સુધી ચાલુ રહેશે. આશંકા છે કે આ ક્ષેત્રમાં 10 લાખ લોકોની નોકરીઓને ઘટી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે આ ક્ષેત્રમાં 50 લાખ લોકોને રોજગારી આપે છે, જેમાંથી મોટા ભાગના કરાર પર કામ કરે છે.