Western Times News

Gujarati News

નેશનલ અને ઇન્ટરનેશનલ સાયન્સ ઓલમ્પિયાડ પર ઓરિએટેશન પ્રોગ્રામનો મેથ્સ સાથે પ્રારંભ

ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સાયન્સ ઓલ્મપિયાડ પર ઓરિએટેશન પ્રોગ્રામ નો પ્રારંભ મેથ્સ સાથે થયો છે. અમદાવાદની  સ્કૂલ ના 11 અને 12 માં ધોરણ ના વિદ્યાર્થીઓ ને એલ્જેબ્રા,જોમેટ્રી , નંબર થીયરી અને કોમ્બિનેટ્રિક્સમાં પ્રોબ્લેમ્સના સમાધાન માટે અને નેશનલ ઓલ્મપિયાડની તૈયારી માટે માર્ગદર્શન અપાયું.

સેંટ ઝેવિયર ના કોલેજના પ્રોફેસર અને રિજનલ કોર્ડિનેટર (ગુજરાત ) ,ડો. ઉદયન પ્રજાપતિ એ દૈનિક જીવનમાં મેથેમેટીક્સ ના ઉપયોગથી માહિતગાર કર્યા. પ્રજાપતિના જણાવ્યા મુજબ “ફિજીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની જેમ મેથેમેટીક્સ ને લેબોરેટરીની જરૂર નથી. જ્યાં પેન, પેપર, પ્રોબ્લેમ અને મગજ સાથે આવે છે ત્યા લેબ બની જાય છે.”

સેશન ને રસપ્રદ બનાવતા , ડો. પ્રજાપતિ એ 34!નું (34 ફેકટોરિયલ-ક્રમ ગણિત ) નું સોલ્યુશન આપ્યું જે માં 4 ડિજિટ નહતા . કંબાઈનેટ્રિક્સનો ઉપયોગ સમજાવતા ડો. પ્રજાપતિએ જવાબ શોધવામાં મદદ કરી તેમણે ઉમેર્યું કે “વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે પણ તેમણે આવા ટ્રિકી પ્રશ્નો માટે આવી કેટીલિક ટ્રિક જણાવી જરુરી હોય છે. આ પ્રકારના પ્રશ્નો ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ માં પૂછાતા હોય છે. અને કોઈ પણ પ્રશ્ન ક્યારેય ફરી પૂછાતો નથી. કોઈ નેશન ની ઓલમ્પિયાડ માં પૂછાયેલ પ્રશ્ન પણ ક્યારેય ફરી પૂછાતા નથી.”

ત્યાર બાદ સેંટ ઝેવિયર કોલેજ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સાવન પટેલે તર્ક ના ઉપયોગ દ્વારા એલઝેબ્રા ના પ્રશ્નો નું કેવીરીતે ઉકેલી શકાય તે સમજાવ્યું. બીજો સેશન બસ્તર યુનિવર્સિટી છત્તીસગઢના રજીસ્ટાર અને છત્તીસગઢ આરએમો ના રિજનલ કોર્ડિનેટર  ડો. વિનોદકુમાર પાઠક દ્વારા લેવામાં આવ્યો. તેમણે જટિલ ટોપીક કોચી સ્કાવર્ઝ ઇનઇક્વાલિટી અને AM –GM ઇનિક્વલિટી પસંદ કર્યો .

ડો. પાઠકે વિદ્યાર્થીઓએ ને ઉદાહરણ સાથે CSI વિષે સમાજ આપી અને ત્યાર બાદ ગવર્નમેંટ પોલિટેકનિક ગાંધીનગર ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સચિન ગજ્જરે ઓલમ્પિયાડ માં પૂછાતા વિવિધ પ્રકાર ના નંબર થીયરી ના પ્રશ્નો વિષે માહિતગાર કર્યા. રવિવારે વિષય નિષ્ણાતો અને કેમેસ્ટ્રી સ્કૉલર્સ દ્વારા લેકચર લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.