200 એકરની જગ્યામાં ‘સ્વામિનારાયણ’ મંત્રજાપ કરતાં સ્વયંસેવકોએ 1 કરોડ પેવર બ્લોક્સ લગાવવાનું કાર્ય કર્યું
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, “આપણે જે વિશ્વમાં રહી છીએ તેનું સંચાલન નફો, ઉત્પાદન અને જરૂરિયાતના દ્રષ્ટિકોણથી થાય છે.
આપણે આ કોન્ફરન્સમાં એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણે કેવી રીતે એકબીજાના સ્પર્ધક નહીં, પરંતુ એકબીજાના પૂરક બની શકીએ. પ્રમુખસ્વામી મહારાજે અહંકાર દૂર કરી સંવાદિતાની સ્થાપના પર ભાર મૂક્યો. 80,000 સ્વયંસેવકોથી ધબકતું પ્રમુખસ્વામી મહારાજ નગર સંવાદિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
રામાયણ યુગમાં વાનરોએ ભગવાન શ્રી રામના નામને પથ્થર પર લખી સેતુનું નિર્માણ કર્યું. આજે 200 એકરની જગ્યામાં ‘સ્વામિનારાયણ’ મંત્રજાપ કરતાં આ સ્વયંસેવકોએ 1 કરોડ પેવર બ્લોક્સ લગાવવાનું કાર્ય કર્યું.
પ્રમુખસ્વામી મહારાજે કોઈ ચમત્કાર કરવાનો દાવો ન કર્યો, પરંતુ ચમત્કૃતિ સર્જવાનો માર્ગ દર્શાવી દીધો. આજે 600 એકરમાં પથરાયેલું આ પ્રમુખસ્વામી મહારાજ નગર સ્વયંસેવકોમાં સંવાદિતા દ્વારા થયેલ ચમત્કાર છે.”