BAPS પ્રમુખ સ્વામી નગરમાં વપરાયેલા સિમેન્ટ અને મેટલનો ફરી કેવી રીતે ઉપયોગ થશે
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વપરેલ સિમેન્ટ અને મેટલનો ફરીથી ઉપયોગ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વપરાયેલ સિમેન્ટ અને મેટલમાંથી બ્લોક વિગેરે વસ્તુઓને બનાવવામાં આવી રહી છે.
ડસ્ટ મોનીટરીંગ સીસ્ટમ / એર મોનીટરીંગ સીસ્ટમ
600 એકરની વિશાળ ભૂમિમાં પથરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ધૂળની ડમરી ન ચડે, ધૂળના રજકણો મુલાકાતીઓને પરેશાન ન કરે તે માટે સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સંપૂર્ણ નગરને ડસ્ટ ફ્રી રાખવા માટે પેવર બ્લોક લગાવાયા છે. તો હવાની ગુણવત્તા ચકાસવા માટે નગરમાં કુલ 8 જેટલા એરમોનીટરીંગ બોટ (AQBot) મશીન લગાવાયા છે.
સામાન્ય રીતે આ મશીન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં હવાની ગુણવત્તાની ચકાસણી કરવા લગાવાતા હોય છે. પરંતુ આ નગરમાં પણ હવામાં ધૂળના કણો સહિતની વિગતો મેળવવા આ મશીનો મુકાયા છે. જેનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે અને એ મોનીટરીંગના આધારે નગરની ચોતરફના રસ્તાઓ પર ફોગર મશીન દ્વારા છંટકાવ કરીને હવામાં ફરતા ધૂળના કણોને શમાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
– BAPS સંસ્થાના સંતો, સ્વયંસેવકો દ્વારા વિશેષ પ્રકારનું ફોગર મશીન બનાવાયું છે જે ટેમ્પો દ્વારા હરતુ ફરતું હોય છે. સામાન્ય રીતે નિયત કરાયેલા સમયે આ ફોગર મશીન નિયત સ્થળે જઇને ફોગીંગ કરે જ છે પરંતુ ઓનલાઇન મોનીટરીંગ દ્વારા જો કોઇ વિસ્તારમાં વધુ જરૂર હોય ત્યાં વિશેષ રીતે ફોગીંગ કરીને હવાની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે.