Western Times News

Gujarati News

Sid-Kiaraની હલ્દી સેરેમનીની તસવીરો ભાઇએ કરી દીધી શેર

મુંબઈ, Bollywood Actress Kiara Advani એ ૭ ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોયલ વેડિંગ કર્યા. હલ્દી સેરેમની સાથે શરૂ થયેલુ કપલના લગ્નનું સેલિબ્રેશન ૧૨ ફેબ્રુઆરીએ મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન સાથે ખતમ થયુ.

ત્યારથી ન્યૂલી વેડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના વેડિંગ બેશની તસવીરો શેર કરીને ફેન્સને ટ્રીટ આપી રહ્યાં છે. તે જ સમયે, કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૂર્યગઢ કિલ્લામાં હોસ્ટ કરવામાં આવેલી એક્ટ્રેસની હલ્દી સેરેમનીના કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે.bhai-shared-the-pictures-of-siddharth-kiaras-haldi-ceremony

મિશાલે વેલેન્ટાઈન ડે પર તેની લાડલી બહેન કિયારા અને માતા જેનેવીવ અડવાણી સાથે બે સુંદર તસવીરો શેર કરી હતી. કિયારા અને તેનો ભાઈ મિશાલ તસવીરમાં જાેવા મળે છે. કિયાર ઓફ વ્હાઇટ લહેંગા પર યલો દુપટ્ટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ હેવી જ્વેલરી પણ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by MISHAAL (@mishaaladvani)

જ્યારે મિશાલે વ્હાઇટ અને બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે. બીજી તસવીરમાં મિશાલ તેની માતા સાથે જાેવા મળી રહ્યો છે. તસવીરો શેર કરવાની સાથે જ મિશાલે કેપ્શનમાં લખ્યું કે, “મને આનાથી વધુ કોઈ પ્રેમ કરતું નથી.” તે જ સમયે, કિયારા અડવાણીએ પણ તેના ભાઈની પોસ્ટ પર રિએક્શન આપ્યું છે અને કોમેન્ટમાં લખ્યું છે કે, “આઇ લવ યુ.

વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર પોસ્ટ કરવામાં આવેલી ‘શેરશાહ’ કપલની હલ્દીની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તસ્વીરોમાં, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા મનીષ મલ્હોત્રા દ્વારા કસ્ટમ-મેઇડ ઑફ-વ્હાઇટ અને મસ્ટર્ડ યલો આઉટફિટ્‌સમાં એકસાથે પરફેક્ટ લાગે છે.

કિયારાએ હલ્દી સેરેમની માટે ચિકનકારી લહેંગા પહેર્યો હતો, જે તેણે મોતીથી કવર ક્રોપ ટોપ અને મસ્ટર્ડ યલો એમ્બ્રોઇડરી વાળા લહેંગા સાથે પેર કર્યો હતો. બીજી તરફ, સિદ્ધાર્થ, મસ્ટર્ડ યલો કલરના કુર્તામાં ડૅપર દેખાતો હતો, જેને તેણે ફ્લેર્ડ ટ્રાઉઝર અને હેન્ડ પેઇન્ટેડ શોલ સાથે પેર કર્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમના મોસ્ટ પોપ્યુલર પ્રોજેક્ટ ‘શેરશાહ’માં સાથે કામ કર્યાના ઘણા સમય પહેલા મળ્યા હતા. હકીકતમાં તેઓ કિયારાના બ્રેક-થ્રુ પ્રોજેક્ટ લસ્ટ સ્ટોરીઝની રેપ પાર્ટીમાં મળ્યા હતા. આ પછી બંનેએ ‘શેર શાહ’ના શૂટિંગ દરમિયાન વાત કરવાનું શરૂ કર્યું અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. કિયારા અને સિદ્ધાર્થે ૪ વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા બાદ રોયલ વેડિંગ કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.