BJP એપ્રિલમાં ઘર-ઘર જાેડો અભિયાન શરૂ કરવા જઈ રહી છે
અમદાવાદ, વર્ષ ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણી માટે હવે તમામ પાર્ટીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસની ભારત જાેડો યાત્રા બાદ હવે ભાજપે મોટું એલાન કર્યું છે. ભાજપ ૨૦૧૯ની જેમ ફરી એકવાર ૨૦૨૪માં રેકોર્ડ તોડવા ઈચ્છે છે. ત્યારે હવે ભાજપ પણ ‘ઘર-ઘપ જાેડો’ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દલિતો અને અનુસૂચિત જાતીઓ પર ફોકસ કરવાની છે. BJP is going to start door-to-door campaign in April
દેશમાં ૧૭% વોટર્સ આ આબાદીથી આવે છે અને પાર્ટીનું ટાર્ગેટ પોઈન્ટ હવે આ ૧૭% પર હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી ૧૪ એપ્રિલથી ૫ મે સુધી દેશમાં આ અભિયાનને ચલાવવાની છે જેની અંતર્ગત ભાજપ નેતા દલિતોનાં ઘરોમાં પ્રવાસ કરશે. ૧૪ એપ્રિલનાં આંબેડકર જયંતિ છે અને ૫ મેનાં રોજ બૌદ્ધ જયંતિ છે.
આ દરમિયાન કેન્દ્રની સત્તામાં ભાજપ પાર્ટી ઘર-ઘર જાેડો અભિયાન કરવા જઈ રહી છે. આ અભિયાનની મદદથી સરકારી યોજનાઓનાં લાભથી વંચિત દલિત પરિવારોને યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ અભિયાનનું સમાપન દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં થશે જે દરમિયાન એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
જેમાં પીએમ નરેન્દ્ર મોદી દલિત સમુદાયનું સંબોધન કરશે.દેશમાં લોકસભાની ૧૩૧ સીટો રિઝર્વ છે જેમાં ૮૪ અનુસૂચિત જાતિ, ૪૭ અનુસૂચિત જનજાતિ માટે છે. એક સમયમાં દલિતોનાં બહુબળવાળી તમામ સીટો પર કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીનો દબદબો હતો પરંતુ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીએ ૨૦૧૪નાં રેકોર્ડને તોડતાં ભાજપએ ૭૭ રિઝર્વ સીટો પર કબ્જાે કર્યો છે. SS3.PG