રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું
રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ કોટડા કેમ્પસમાં ધોરણ ૧૦ સુધીની સ્કૂલ પણ ચાલે છે
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ પાલડી તથા ખેડબ્રહ્મા દ્વારા ૭૨ જેટલા ઉનના ધાબળા સમાજના આર્થિક રીતે નબળા બંધુઓ પરિવારોને શિયાળાના અનુસંધાનમાં વિતરિત કરવા માટે આપવામાં આવ્યા. આ પ્રસંગે વનવાસી કલ્યાણ આશ્રમ કોટડા ના છાત્રાલય અધિપતિ શ્રી કિરણજી રાણા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા ના પ્રમુખ પ્રા. ડૉ. રોહિત દેસાઈ તથા સદસ્ય ડૉ. હરપાલસિંહ ચૌહાણ, શક્તિસિ સોલંકી તથા દિલિપ સોન્દરવા વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ કોટડા કેમ્પસમાં ધોરણ ૧૦ સુધીની સ્કૂલ પણ ચાલે છે સાથોસાથ અનાથ બાળકો તથા અન્ય ગરીબ બાળકો માટેની છાત્રાલય પણ છે વળી સંસ્થાના વિશે કેમ્પસમાં ભણસાલી ટ્રસ્ટ થકી સપ્તાહમાં એક વાર મોટેભાગે રવિવારે નિસર્ક મેડિકલ કેમ્પ પણ થાય છે.
આ ઉપરાંત ફૂટબોલ, તિરંદાજી, દોડ વગેરે જેવી રમતો કે સ્પર્ધાઓ કેમ્પસ યોજાતી રહે છે. વિદ્યાર્થીઓ આ અંગેની તાલીમ પણ લેતા રહે છે એ જ રીતે સાંસ્કૃતિક સંવર્ધનના કાર્યક્રમ પણ થતા રહે છે એક રીતે કહી શકાય કે આશ્રમ એ આ વિસ્તારનું શક્તિ કેન્દ્ર છે