BMCની CBI સામે શરત: CBIને ૭ દિનથી વધુ સમય લાગશે તો મંજૂરી લેવી પડશે
ઈકબાલ ચહલે કહ્યું કે જો સીબીઆઈની ટીમ સાત દિવસ માટે આવે છે તો ક્વોરન્ટાઈનના નિયમોમાં છૂટ અપાશે
મુંબઈ, સુપ્રીમ કોર્ટે સુશાંત સિહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. મહારાષ્ટ્ર પોલીસ આ સંબંધે સીબીઆઈની મદદ કરશે. જ્યારે બીએમસીએ સીબીઆઈ અધિકારીઓને ક્વોરન્ટાઈન કરવા અંગે જાણકારી રજૂ કરી છે. મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે જો સીબીઆઈની ટીમ સાત દિવસ માટે આવે છે તો ક્વોરન્ટાઈનના નિયમોમાં છૂટ અપાશે.
પરંતુ જો સાત દિવસથી વધારે સમય માટે આવે છે તો તેમને અમારા ઈમેઈલ આઈડી ઉપર મેલ કરીને છૂટ માટે અપીલ કરવાની રહેશે. તો જ ક્વોરન્ટાઈન નિયમોમાં છૂટ અપાશે. ચહલે કહ્યું કે મહાનગરપાલિકાના નિયમો પ્રમાણે સાત દિવસથી ઓછા સમયમાં આવ્યા પર તેમને ક્વોરન્ટાઈનના નિયમોમાં ત્યારે છુટ આપવામાં આવશે જ્યારે તેમની પાસે પરત ફરવા માટેની કન્ફોર્મ ટિકિટ હોય. આ પહેલા તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસના એક અધિકારીઓ બીએમસીએ ક્વોરન્ટાઈન કરી દીધા હતા.
આ અંગે સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આનાથી યોગ્ય સંદેશ મળતો નથી. બિહાર પોલીસના અધિકારી પોતાની ડ્યૂટી ઉપર મુંબઈ આવ્યા હતા. તેમની સાથે પ્રોફેશનલ રીતે કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે બીએમસી તરફથી એ આદેશ રજૂ કરવામાં આવ્યો છે કે સ્થાનિક વિમાનથી મુંબઈમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિને અનિવાર્ય રૂપથી ૧૪ દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ સરકારી અધિકારી હોય કે સામાન્ય લોકો મુંબઈમાં આવ્યા પછી ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ પહેલા કેટલાક અધિકારીઓ પોતાનું કાર્ડ બતાવીને ક્વોરંટાઈનથી બચવાની કોશિશ કરી રહ્યા હતા.SSS