બોબી દેઓલે નાનકડા ટેણીયાની જાેરદાર ડિમાન્ડ પૂરી કરી
મુંબઈ, બોલિવૂડ એક્ટર બોબી દેઓલ એનિમલ ફિલ્મ પછી સતત ચર્ચામાં છે. બોબી દેઓલના અલગ-અલગ વિડીયો અને તસવીરો સોશિયલ મિડીયામાં સતત વાયરલ થતા રહે છે. આ સાથે બોબી દેઓલ એના ફેન્સ સાથે ખૂબ સારું વર્તન કરતા જાેવા મળે છે જેના કારણે ચારેબાજુ લોકો એના વખાણ કરી રહ્યા છે.
હાલમાં બોબી દેઓલનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નાનકડા ફેનની ડિમાન્ડ પર એની સાથે ફોટો ક્લિક કરાવે છે અને લોકોની વચ્ચે છવાઇ જાય છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.
આ વિડીયોમાં તમે જાેઇ શકો છો કે બોબી દેઓલ એની કારમાં બેસવા જાય છે ત્યારે એક ટેણીયો બોબી દેઓલને ફોટો ક્લિક કરવા માટે રિકવેસ્ટ કરે છે અને પછી બોબી દેઓલ ગાડીમાંથી ઉતરીને એની સાથે અને બીજા ફેન્સની સાથે ફોટો ક્લિક કરાવે છે. ત્યારબાદ બોબી દેઓલ એની કારમાં બેસવા માટે જાય છે.
પછી ફેન્સને કહે છે કે તમારા જેવા હિરો કોઇ નથી સર..બોબી દેઓલનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો વખાણ કરી રહ્યા છે. બોબી દેઓલની એનિમલ ફિલ્મએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનના રોલમાં છે.
બોબી દેઓલ સાઉથની ફિલ્મ કાંગુવામાં જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે બોબી દેઓલને લઇને એક ખબર સામે આવી હતી કે એ ડાયરેક્ટર નિતેશ તિવારની ફિલ્મ રામાયણમાં કુંભકરણની ભૂમિકામાં જાેવા મળશે. આ વિશે બોબી દેઓલની ટીમ તરફથી કહેવામાં આવ્યુ છે કે એ રામાયણ ફિલ્મમાં ભૂમિકા ભજવશે નહીં.
જાે કે ફેન્સ બોબી દેઓલની આગામી ફિલ્મ માટે સુપર એક્સાઇટેડ છે. ઉલ્લેખનીય છે કે એનિમલ ફિલ્મમાં વિલનના રોલમાં બોબી દેઓલ અનેક લોકોના દિલમાં રાજ કરે છે. આ ફિલ્મમાં બોબી દેઓલની એક્ટિંગ લોકોને ખૂબ ગમી હતી. SS1SS