રજનીકાંત અને અનુપમ ખેર અયોધ્યામાં મળ્યા
મુંબઈ, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪નો દિવસ ભારત માટે બહુ ખાસ છે કારણકે આજના આ દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો છે જેની રાહ લોકો વર્ષોથી જાેઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં શામેલ થવા માટે અનેક ભારતીય હસ્તીઓને સામિલ કરવામાં આવી છે. ઘણી બધી મોટી હસ્તીઓ ઉદ્ઘાટન સમારોહ માટે રવાના થયા છે જેની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
આ વચ્ચે અનુપમ ખેરે સુપરસ્ટાર રજનીકાંતની સાથે એક તસવીર શેર કરી છે જે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત સાથે અયોધ્યામાં મુલાકાત કરીને પહેલી તસવીર શેર કરી છે. ૨૧ જાન્યુઆરીના રોજ અનુપમ ખેરે એમના એક્સ (ટિ્વટર) પર સુપર સ્ટાર રજનીકાંત સાથેની એક તસવીર શેર કરી છે.
બન્ને દિગ્ગજ અભિનેતા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શામેલ થવા માટે પહોંચી ગયા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અનુપમ ખેર અને રજનીકાંતે એકબીજા સાથે મુલાકાત કરી. તસવીર શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યુ છે કે શ્રી રામ જન્મ ભૂમિ, અયોધ્યામાં એમના મિત્ર અને વન એન્ડ ઓનલી સુપરસ્ટાર રજની સાથે મુલાકાત..જય શ્રી રામ! દિગ્ગજ અભિનેતાએ અયોધ્યામાં મુલાકાત કરી અને એક જ ફ્રેમમાં ફોટો પણ ક્લિક કરાવ્યો છે જે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.
બન્ને દિગ્ગજાેની તસવીર સામે આવી છે. આ બન્ને એકબીજાની સાથે પોઝ આપી રહ્યા છે અને દોસ્તીની ચમક એકદમ તસવીરમાં તમે જાેઇ શકો છો. અનુપમ ખેરે તસવીર શેર કરવાની સાથે-સાથે એમના જિગરી યાર અને એક્ટર રજનીકાંતના ફૂલ ટૂ વખાણ કર્યા છે.
અયોધ્યાના રામ મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે થોડો સમય બાખી છે ત્યારે બોલિવૂડ અને સાઉથ સિનેમા સુધીના અનેક સિતારાઓ રામ નગરીમાં પહોંચી ગયા છે. આ સિવાય અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના અનેક સેલેબ્સ આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો બન્યા છે. SS1SS