બાંગ્લાદેશી પાસેથી બોગસ ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ મળ્યા
ચંડોળા તળાવ નજીક ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીની ધરપકડ-વર્ષ ૨૦૦૧માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને આવ્યો હતો અને ત્યારથીતે ગેરકાયદે વસવાટ કરી રહ્યો છે.
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિકસિત રાજ્ય છે જેથી અનય દેશના લોકો અને અન્ય રાજ્યના લોકો અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં રોજગારી મેળવવા આવતાં હોય છે.
બાંગ્લાદેશીઓ પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદમાં વસવાટ કરતાં એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. આ પહેલાં ક્રાઈમ બ્રાંચે સંખ્યાબંધ બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને તેમને ડીપોર્ટ કર્યા છે.
તમામ બાંગ્લાદેશીઓને એસઓજી કચેરીમાં રાખવામાં આવે છે અને બાદમાં કેન્દ્ર સરકારની મંજૂરી આવી ગયા બાદ ડીપોર્ટ કરરવામાં આવે છે. એસઓજી, ક્રાઈમ બ્રાંચતેમજ સ્થાનિક પોલીસે અનેક બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ચંડોળાતળાવમાં હજુ પણ ઘણઆ બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક હોવાના ડોક્યુમેન્ટ સાથે રહે છે.
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ ખાતે આવેલા લલ્લાભાઈ પાર્કિગની બાજુમાં મોહમદલાભુ મોહમદખોલી સરદાર નામનો વ્યક્તિ રહે છે. જે મૂળ બાંગ્લાદેશનો છે અને ઘૂસણખોરી કરીને ખોટી રીતે રહેવા માટે અમદાવાદ આવી ગયો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મોહમદલાભુની અટકાયત કરી લીધી હતી.જેની પાસેથી બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવ્યા હતા.
મોહમદલાભુ મૂળ બાંગ્લાદેશના પાચુડિયાનો રહેવાસી છે. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે વર્ષ ૨૦૦૧માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને આવ્યો હતો અને ત્યારથીતે ગેરકાયદે વસવાટ કરી રહ્યો છે. ૧૨ વર્ષ પહેલાં કુબેરનગર વિસ્તારમાં રહેતા રમેશ નામની વ્યક્તિએ સરદારનગરના સરનામાવાળું ચૂંટણીકાર્ડ બનાવી આપ્યું હતું. બાદમાં તેને આધારકાર્ડ બનાવી આપ્યું હતું અને વર્ષ ૨૦૧૫માં તેણએ પોતે પાસપોર્ટ માટે અરજી પણ કરી હતી.
પાસપોર્ટ આવી ગયા બાદ મોહમદલાભુને મલેશિયા કામ અર્થે જવાનું હોવાથી તેણએ ભારતીય હોવાના ઓરિજિનલ પુરાવા એજન્ટને આપ્યા હતા. પરંતુ તેના મલેશિયાના વિઝા આવ્યા નહીં અને દરમિયાનમાં એજન્ટનું પણ એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. મોમહદલાભુ પાસે બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ તેમજ ભારતીય હોવાના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે.
ક્રાઈમ બ્રાંચની ટીમે મોહમદલાભુની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભઆરતીય હોવાના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને મોમહદલાભુ વર્ષ ૨૦૦૧થી અમદાવાદ રહે છે. ક્રાઈમ બ્રાંચે મોમહદલાભુની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.