Western Times News

Gujarati News

બોલિવૂડની પહેલી હોરર મુવી, જે જોઇને લોકો થથરી ગયા હતા

મુંબઈ, આજના આ સમયમાં બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી હોરર ફિલ્મોની હાલમાં બોલબાલા છે. ઓટીટી આવ્યા પછી હોરર કન્ટેન્ટ સરળતાથી જોવા મળી જાય છે.

ગ્રાફિક્સ અને વીએફએક્સની સામે આજે લગભગ ૭૫ વર્ષ પહેલાં ફિલ્મ બની હતી જેને પહેલી વાર લોકોને પડદા પરથી ડરાવી દીધા હતા. આ ફિલ્મને કમાલ અમરોહીએ બનાવી હતી. ૪૦ના દશકમાં આવેલી આ ફિલ્મ મધુબાલા અને અશોક કુમાર લીડ રોલમાં હતા. કમાલ અમરોહીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯૪૯માં રિલીઝ થઇ હતી. ફિલ્મની કહાની અશોક કુમારની ભૂમિકાની આસપાસની હોય છે.

આ એક જૂની હવેલીમાં રહે છે જ્યાં એમની મુલાકાત એક રહસ્યમયી સ્ત્રી સાથે થાય છે. આ રહસ્યમયી મહિલાની ભૂમિકા ૧૫ વર્ષની મધુબાલાએ નિભાવી હતી. આ મહિલા પોતે હિરોના પાછલા જન્મની પ્રેમિકા બતાવે છે અને પછી કહાનીમાં રહસ્યમયી વળાંક આવે છે.

આ ફિલ્મ એ સમયે ૯ લાખ રૂપિયામાં બની હતી. કમાણીની વાત કરીએ તો ફિલ્મએ ૧ થી ૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આજે હોરર ફિલ્મોમાં ભલે અજબ-ગજબ ડરામણાં કેરેક્ટર્સ હોય છે, પરંતુ એ સમયે આ ફિલ્મએ લોકોને ખૂબ ડરાવી દીધા હતા.

આ પાછળનું એ પણ કારણ હોઇ શકે કે લોકોએ પહેલી વાર હોરર ફિલ્મ જોઇ હતી. આમ, વાત કરવામાં આવે તો અનેક લોકો હોરર ફિલ્મ જોવાના જબરજસ્ત શોખીન હોય છે. જો કે આજના આ સયમમાં બાળકો પણ હોરર ફિલ્મ જોતા હોય છે.

આમ, તમે હોરર ફિલ્મો જોવાના શોખીન છે તો આ ડરના જરૂરી હૈ, રાઝ, નાગિન, જાની દુશ્મન, રાગીની એમએમસએસ, ભૂત, રોક, રાત, વીરાના, રાઝ ૩, ૧૯૨ જેવી અનેક ફિલ્મો જોવી જોઇએ. આ હોરર ફિલ્મો તમને જોવાની બહુ મજા આવશે. આ સિવાય તમે હિન્દી તેમજ ઇÂગ્લંશમાં હોરર મુવી બીજી અનેક ઘણી જોઇ શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.