કેમ્પસે નવું બ્રાન્ડ કેમ્પેઇન ‘You GO Girl’ રજૂ કર્યું, વિમેન્સ સ્નીકર કલેક્શન લોન્ચ કર્યું
- કેમ્પેઇનનો ઉદ્દેશ્ય નેરેટિવ્સને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે અને મહિલાઓને હિંમતભેર તેમની પર્સનલ સ્ટાઇલ અપનાવવા અને તેમની ફેશન જર્નીમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે.
- તમામ પ્રસંગો માટે યોગ્ય નવું કલેક્શન,ફેશન સાથે આરામ અને કાર્યક્ષમતાને મિશ્રિત કરે છે,જે મહિલાઓને તેમની પોતાની સ્ટાઇલ બનાવવા અને આત્મવિશ્વાસ અનુભવવા સક્ષમ બનાવે છે.
નવી દિલ્હી, 29 જુલાઈ, 2024 – ફેશન પ્રત્યે સભાન લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની સ્ટાઇલ ચોઇસ માટે સૌની નજરે ચડે છે અને ટ્રોલિંગનો ભોગ બને છે ત્યારે કેમ્પસ એક્ટિવવેર સોનમ બાજવાને દર્શાવતા તેના નવીનતમ બ્રાન્ડ કેમ્પેઇન ‘You GO Girl’ રજૂ કરે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય નેરેટિવ્સને પુનઃવ્યાખ્યાયિત કરવાનો અને મહિલાઓને હિંમતભેર તેમની પર્સનલ સ્ટાઇલને અપનાવવા અને તેમની ફેશનની યાત્રાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કરવાનો છે. Campus unveils new brand campaign ‘You Go Girl’; launches women’s sneaker collection with Sonam Bajwa.
એક મજબૂત સેન્ટિમેન્ટ સાથે શરૂ કરીને, “લોગ તો કહેતે રહેંગે, લોગોં કા કામ હૈ કહેના. દુનિયા માટે અટકશો નહીં, તમે તમારું કામ કરો…છોકરીઓ, તમે આગળ વધો!”, કેમ્પસ પરંપરાગત ફૂટવેર પસંદગીઓ સાથે સંકળાયેલા જૂનવાણી બંધનો તોડીને અને તેમના અનન્ય ફેશન સ્ટેટમેન્ટને સ્વીકારીને મહિલાઓ માટે ફેશન સંસ્કૃતિમાં ક્રાંતિ લાવવાનો સંદેશ મોકલે છે. તેથી, કેમ્પસ એક્ટિવવેરની ‘You GO Girl’ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય ભારતીય મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો અને નવા વિમેન્સ સ્નીકર કલેક્શન સાથે તેમની પોતાની સ્ટાઇલ બનાવવા માટે પ્રેરિત કરવાનો છે. વધુમાં, બ્રાન્ડ એ માન્યતાને નિશ્ચિતપણે સમર્થન આપે છે કે આદર્શ ફૂટવેરમાં કોઈ અગવડતા ન રહે તે સુનિશ્ચિત કરીને સરળતા અને સ્ટાઇલને એકીકૃત રીતે જોડવી જોઈએ.
આ કેમ્પેઇન અંગે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીએમઓ પ્રેરણા અગ્રવાલે જણાવ્યું હતું કે, “કેમ્પસ ભારતમાં મહિલાઓ ફૂટવેરને જે રીતે જુએ છે તે દ્રષ્ટિકોણને બદલવાના મિશન પર છે. અમારા વિમેન્સ સ્નીકર કલેક્શન સાથે સોનમ બાજવાની વાઇબ્રન્ટ પર્સનાલિટીને જોડીને, અમે મહિલાઓને સશક્ત કરવાનો અને તેમની વ્યક્તિત્વને સ્વીકારવા અને સ્ટાઇલિશ છતાં આરામદાયક ફૂટવેરમાં વિશ્વાસપૂર્વક આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો ધ્યેય ધરાવીએ છીએ. ‘You GO Girl’ કેમ્પેઇનનો સાર સ્ત્રીઓને બિનજરૂરી ચિંતાઓ છોડી દેવા અને તેઓ જે કામ કરે છે તેમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની અનુભૂતિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે છે. આ પહેલ ફેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર સાંસ્કૃતિક પરિવર્તન દર્શાવે છે, જે તેને દેશભરની મહિલાઓ માટે વધુ સમાવિષ્ટ, સુલભ અને આનંદપ્રદ બનાવે છે.”
આ ઉપરાંત, તાજેતરના ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સ મુજબ ભારતમાં વિમેન્સ ફૂટવેર સેગમેન્ટ 2027 સુધી 20 ટકાના સીએજીઆર સાથે ઝડપથી વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે. ખાસ કરીને મિલેનિયલ્સ અને જેન ઝી અત્યંત આરામદાયક ફૂટવેર પસંદ કરે છે અને લગભગ દરેક પોશાક સાથે સ્નીકર્સ હોવા એ મહત્વનો ટ્રેન્ડ બની ગયો છે. તેથી, વિમેન્સ સ્નીકર કલેક્શન વિવિધ પ્રસંગો માટે વિવિધ પ્રકારની ડિઝાઇન ઓફર કરે છે, જેનાથી ગ્રાહકો તેમના પોતાના ફેશન સ્ટેટમેન્ટ બનાવી શકે છે. કેમ્પસ એક્ટિવિટીઝથી લઈને ઓફિસ સેટિંગ્સ અને સામાજિક મેળાવડા સુધી, આ સ્નીકર કલેક્શન ફેશન અંગેના નેરેટિવ્સને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.
આ જોડાણ અને કેમ્પેઇન અંગે સોનમ બાજવાએ જણાવ્યું હતું કે “એ દિવસો ગયા જ્યારે મહિલાઓના ફૂટવેર પરંપરાગત કલેક્શન સુધી મર્યાદિત હતા. આજે, સ્નીકર્સ દરેક સ્ત્રીના કબાટમાં મહત્વની એસેસરી બની ગયા છે, જે કોઈપણ થીમ અને પ્રસંગ માટે યોગ્ય છે. ‘You Go Girl’ કેમ્પેઇનનો હેતુ ઝડપથી બદલાતી ફેશન સ્ટોરીને વધુ મજબૂત કરવાનો અને મહિલાઓને તેમની પોતાની ફેશન પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મહિલાઓને તેમના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને સ્વીકારવા માટે સશક્તિકરણ કરવા આ અભિયાનનો એક ભાગ બનીને મને આનંદ થાય છે. ફેશન જે તમને વ્યાખ્યાયિત કરે છે, સ્ટાઇલ જે તમારી પ્રામાણિકતા અને સ્વપણાને બહાર લાવે છે.”
વિવિધ પ્રસંગો અને સેટિંગ સાથે મેળ ખાય તે માટે, આ કલેક્શનમાં ચંકી સૉલ સાથેના લાઇફસ્ટાઇલ શૂઝ, ક્લાસિક કોર્ટ સ્નીકર્સ અને નાઈટ્રોફ્લાય સૉલ સાથે એથ્લેઝર શૂઝ છે. યાસ્મીન, OGL-06, સેવી અને અન્ય સ્ટાઇલ દર્શાવતું વિમેન્સ સ્નીકર કલેક્શન હવે કેમ્પસ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (ઈબીઓ), મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સ (એમબીઓ) પર અને એક્સક્લુઝિવલી Myntra પર ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 799 થી શરૂ થાય છે.