અમરેલી, અમરેલીના વિઠ્ઠલપુર ગામની સીમમાં ખેતમજૂર પર સિંહે હુમલો કર્યાે હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર...
Gujarat
5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે 33 પૈકી 26 જિલ્લાઓની ASD યાદીમાં '0' વિસંગતતાઓ 07 જિલ્લાઓમાં ASD યાદીમાં વિસંગતતાઓના માત્ર 11 જ કિસ્સામાં...
પ્રકૃતિ પાસેથી આપણે સઘળું લઇએ છીએ, પણ તેને આપતાં પણ શીખવું પડશે: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા 'એક...
Ahmedabad, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV),...
ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલો યુવાન મુંબઈની હોટલમાં આત્મહત્યા કરવા જતો હતો, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહી અને સમયસૂચકતાથી તેને...
નવ પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા ફળ,શાકભાજી...
અમદાવાદ, કાંકરેજના શિહોરી ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં કિજલ દવેના પરિવારના બહિષ્કારના નિર્ણય બાદ ગાયિકાએ મૌન તોડ્યું છે. સોશિયલ મિડીયા...
બારડોલી, સુરત જિલ્લાના બારડોલી ખાતે ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ૧૦ થી વધુ ગોડાઉનોમાં સોમવારની વહેલી સવારે અંદાજે...
મુંબઈ, મકરસંક્રાન્તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જે પતંગ પાંચ...
સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને DEO અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા જિલ્લા કક્ષાના 'કૌશલ્યોત્સવ' (સ્કિલ કોમ્પિટિશન)નું સફળ આયોજન DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા ખાતે...
ખેડૂતોએ વધુ જાણકારી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે ગાંધીનગર, રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન મોટા પ્રણામમાં...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ચિત્રલેખાના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી થયા • ચિત્રલેખા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું બ્રાન્ડ એમ્બેસેડર-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...
સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે શ્રી ભુલાભાઇ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને તેની સતત હળવાશ માટે 'મી.કુલ'નું બિરૂદ આપવામાં આપવામા આવ્યું હતું.હવે એ...
નિલેશ ભગવાનની પૂજા કરવા માટે ફૂલ લઈને બાઈક પર આવતો હતો-ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે યુવક બન્યો ચોર (એજન્સી)અમદાવાદ, અમદાવાદ...
(એજન્સી)હિંમતનગર, મહિલાની સુંદરતા એના વાળમાં હોય છે અને તેનાથી મહિલાઓ સુંદર લાગતી હોય છે ત્યારે ઈડર તાલુકાના ખોડમ ગામની દામિની...
(એજન્સી)અમદાવાદ, શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય...
(એજન્સી)જુનાગઢ, સિંહ ક્યારે માનવોનો શિકાર કરતા નથી, ન તો માણસો પર હુમલો કરે છે. ગીરના જંગલમાં સિંહો અને માણસો અરસ-પરસ...
એજન્સી) કલોલ, ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં ૫ શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા...
પશુપાલક શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કરતા રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ ખેડૂતશ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલશ્રીએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને પ્રાકૃતિક ખેતી વિષયો પર વાતચીત કરી હતી. રાજયપાલશ્રીએ પલોલ ગામના પશુપાલક અને ખેડૂત શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કર્યું હતુ. તેમણે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પલોલ ગામમાં પશુપાલન વ્યવસાય બાબતે વાતચીત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં રાજ્યપાલશ્રીએ પલોલ ગામે સામાજિક સમરસતાની મિશાલ આપતા ગ્રામીણ શ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીને દાળ ભાત, તુવેર પાપડીનું શાક, રોટલી અને દૂધ પીરસવામાં આવ્યું હતું. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ વડીલ સહજભાવે પરિવારની વિગતો મેળવી પરિવારના બાળકોને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલશ્રીએ આતિથ્ય સત્કાર બદલ પરિવારનો આભાર માન્યો હતો.. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નટુભાઈના આડોશ પડોશમાં રહેતા લોકો સાથે પણ ચર્ચા કરીને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. રાજ્યપાલશ્રીએ ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો સાથે જ ગામના સફાઈ કર્મીઓનું પણ જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું.. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે. જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે. આચાર્યશ્રી દેવવ્રતજીએ પલોલને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને કાર્યાન્વિત થવા અપીલ કરી હતી. આ માટે ગામની પ્રત્યેક શેરી દીઠ સ્વચ્છતાની ટુકડીઓ બનાવી આયોજન પ્રમાણે કામ કરવા સૂચન કર્યું હતું.
અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ....
અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં...
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની...
નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે...
મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું...

