ઇયળે એરંડાના પાકને કર્યું મોટું નુકસાન, ખેડુતો ચિંતિત
મહેસાણા, મહેસાણા જિલ્લામાં ૧,૬૪,૫૯૦ હેક્ટર જેટલી જમીનમાં શિયાળુ વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એરંડા,કપાસ અને ઘઉંનું વાવેતર થતુ હોય છે. મહેસાણા જિલ્લામાં એરંડાનું વાવેતર ખાસ કરીને ખેડૂતો વધારે કરતા હોય છે.
મહેસાણા જિલ્લાના ખેડૂતો રોકડિયા પાક તરીકે ખાસ કરીને એરંડાનું જ વાવેતર કરતા હોય છે અત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરનાં દેણપ ગામના ખેડૂતોને એરંડામાં જોવા મળતા કાતરા ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે, જેના લીધે દેણપ ગામના લોકો અને ખેડૂતો હાલ હાલાકી ભોગવી રહ્યા છે.
દેણપ ગામના ખેડૂત સુથાર રમેશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા મહિનાથી ગામમાં કાતરા નામની ઇયળ એરંડાના પાકમાં જોવા મળે રહી છે. જેના કારણે એરંડાના પાકનું સંપૂર્ણપણે નાશ થયો છે. ખાસ કરીને પર્ણને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સંપૂર્ણ છોડ નિષ્ફળ જાય છે.
અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થાય છે. આ ઇયળ તમાકુના છોડને પણ નુકસાન પહોંચાડે છે. ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, એરંડાનો પાક એક વિઘે ૫૦ થી ૬૦ મણનું ઉત્પાદન થાય છે અને અત્યારે બજારમાં એરંડાના ભાવ ૧૧૫૦ રૂપિયા જેટલા ચાલી રહ્યા છે.
કાતરા ઈયળના કારણે તેના ઉત્પાદનમાં સાત – આઠ મણ જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રતિ વિઘે આઠ થી દસ હજાર રૂપિયાની નુકસાની થઇ રહી છે. કાતરા ઈયળ છોડના પાન અને તેની મુખ્ય ધોરીને ખાઈ જાય છે. જેના કારણે ઉત્પાદન ઉપર સીધી અસર પડે છે.SS1MS