Western Times News

Gujarati News

મહુવા યાર્ડમાં ૧.૮૪ લાખ કટ્ટા સફેદ અને લાલ ડુંગળીની આવક

ભાવનગર, ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૦૪ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી.

૦૪ માર્ચના રોજ કુલ ૧૭ જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૧,૦૯,૧૯૬ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને ૨૭૭ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણી ૭૫,૦૦૦ની આવક નોંધાઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ ૧૨૫ રૂપિયા અને ઊંચા ભાવ ૩૯૦ રૂપિયા સુધીના નોંધાયા હતા.

માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ ૫૫૧ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧૧૧૭ રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉં ની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૪૫૦ રૂપિયાથી લઈને ૬૦૬ રૂપિયા સુધીના નોંધાયા હતા.

આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ૩૬૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૪૮ રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૨,૪૦૦ રૂપિયાથી લઈને ૨,૭૫૦ રુંપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના ૬૮ ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ ૧૧૫૦ રૂપિયાથી લઈને ૧, ૪૧૦ રૂપિયા સુધીના નોંધાયા હતા.

યાર્ડમાં લીલા નારિયેળના ૨૭, ૧૨૦ નંગની આવક થઇ હતી. ૧૦૦ નંગના નીચા ભાવ ૪૨૬ રૂપિયા રહ્યા હતાં. ઊંચા ભાવ ૧,૬૯૦ રૂપિયા સુધી નોંધાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.