અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની સઘન સુંબેશ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અટકાવ માટે મ્યુનિ.કોપોરેશન દ્વારા ઢોર પકડવાની સઘન સુંબેશ ચાલી રહેલ છે. જે અંતર્ગત કુલ ૧૦ ટીમો બનાવી બે શીફટમાં તમામ ઝોનમાં કામગીરી શરૂ કરાયેલ આજરોજ દક્ષિણ ઝોનની ટીમ દ્વારા મહાલક્ષ્મી તળાવ નજીક વટવા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ટીમ દ્વારા કામગીરી દરમ્યાન મહિલાઓ તથા પુરૂષોના ગ્રૂપે ટીમ સાથે મારામારી કરી અથડામણ ઉભી કરી ટીમની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો બનાવ બનતા ફરજ પરના સ્ટાફે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ.
પોલીસ વિભાગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરતા આ પ્રકારની પ્રવૃતી કરતા ઇસમોમાં ફફડાટ તથા ભય વ્યાપી ગયેલ છે. સી.એન.સી.ડી. ખાતા દ્વારા ઓગષ્ટ માસમાં 1237 ઢોર તથા ચાલુ વર્ષમાં 6108 ઢોર પકડવામાં આવેલ છે. આગામી દિવસો આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. છતાં પણ હજુ કેટલાંક વિસ્તારો એવા છે કે જયાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.