Western Times News

Gujarati News

ઝઘડિયાના દુમાલાવાઘપુરા ગામેથી LCBએ દ્વારા વિદેશી દારૂ પકડાયો

અલગ અલગ બનાવટના વિદેશી દારૂના ૨૫ બોક્સ માંથી ૯૮૪ નંગ બોટલ ૧,૨૦,૦૦૦ ની કિંમતનો મળી કુલ રૂપિયા ૧,૨૪,૫૦૦ નો મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી.
ભરૂચ, એલસીબી દ્વારા ગતરોજ તાલુકાના દુમાલા વાઘપુરા ગામે થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે ઈસમોની ધરપકડ કરી છે.એલસીબી દ્વારા અલગ અલગ બનાવટના ૨૫ બોક્સ માંથી ૯૮૪ નંગ બોટલો જેની કિંમત ૧,૨૦,૦૦૦ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૪,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ જિલ્લા એલસીબી ને બાતમી મળી હતીકે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ દુમાલા વાઘપુરા ગામના જગદીશ વસાવા અને કલ્પેશ વસાવા નામના ઈસમો ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર વિદેશી  દારૂનો જથ્થો લાવી શંકર વસાવાના ઘરમાં સંતાડી વેચાણ કરે છે. એલસીબી ટીમે બાતમી વાળા દુમાલા વાઘપુરા ગામના ખડકી ફળિયામાં રહેતા શંકર દલસુખ વસાવાના ઘરમાં છાપો માર્યો હતો.

છાપામારી દરમિયાન બે ઈસમો સહીત વિદેશી દારૂના અલગ અલગ બનાવટના ૨૫ બોક્સ જેમાં ૯૮૪ નંગ દારૂની બોટલો જણાઈ હતી. એલસીબી એ બંને ઈસમો તથા વિદેશી દારૂ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૪,૫૦૦ નો મુદ્દલમાલ કબ્જે કર્યો છે. એલસીબીએ ઝડપાયેલ બે ઈસમો (૧) શંકર દલસુખ વસાવા (૨) અજય શંકર વસાવા વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.