Western Times News

Gujarati News

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલના અંદરના સીસીટીવી ફુટેજ પહેલીવાર સામે આવ્યા

નવી દિલ્હી, પહેલીવાર ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોની તસવીરો સામે આવી છે. જેમાં સુરંગમાં ફસાયેલા કામદારો જાેવા મળે છે. સોમવારે, ટનલની અંદરના કાટમાળમાંથી છ ઇંચ પહોળી પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેના દ્વારા મોટા પ્રમાણમાં ખોરાક મોકલવામાં આવ્યો હતો, જે દરમિયાન અંદર ફસાયેલા કામદારોની તસવીરો પણ જાેવા મળી હતી. જેમાં તે જાેઈ શકાય છે કે સુરંગમાં મજૂરો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આ દરમિયાન તેમની સાથે વોકી ટોકી દ્વારા ઘણી વાતો પણ કરવામાં આવી હતી. CCTV footage from inside Uttarkashi’s Silkyara tunnel surfaced for the first time

સોમવારે રાત્રે સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરો માટે ખીચડી અને દાળથી ભરેલી ૨૪ બોટલો મોકલવામાં આવી હતી. ૯ દિવસ પછી પ્રથમ વખત કામદારોને ગરમ ભોજન મળ્યું. આ ઉપરાંત નારંગી, સફરજન અને લીંબુનો રસ પણ મોકલવામાં આવ્યો હતો. આજે દળિયા અને અન્ય ખાદ્યપદાર્થો કામદારોને મોકલવામાં આવશે. અત્યાર સુધી માત્ર મલ્ટી વિટામિન્સ, પફ્ડ રાઇસ અને ડ્રાય ફ્રૂટ્‌સ પાઇપ દ્વારા મોકલવામાં આવતા હતા.

આ ખોરાક ૬ ઇંચ પહોળી પાઇપ દ્વારા કામદારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ટનલમાંથી કામદારોને બહાર કાઢવા માટે ૫ યોજનાઓ બનાવવામાં આવી છે. હાલમાં એજન્સીઓ બે યોજનાઓ પર કામ કરી રહી છે. પ્રથમ અમેરિકન ઓગર મશીન ટનલના કાટમાળમાં ૮૦૦-૯૦૦ મીમી સ્ટીલ પાઇપ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી આ પાઇપની મદદથી કામદારોને બહાર કાઢી શકાય. ઓગર મશીન વડે ૨૪ મીટરનું ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. જાેકે, મશીનમાં ખામી સર્જાઈ હતી. આ પછી કામ અટકી ગયું.

આજે ફરી ઓગર મશીન વડે ડ્રિલિંગ શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ વર્ટીકલ ડ્રીલની પણ યોજના છે. આ માટે મશીન ટનલની ઉપર પહોંચી ગયું છે. આ મશીન આજે બપોરથી ખોદકામ શરૂ કરશે. તે ટનલની ઉપરથી ખોદવામાં આવશે, જેથી કામદારોને ઉપરથી સીધા જ બહાર લઈ જઈ શકાય. વાસ્તવમાં, ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ ૩૦ કિલોમીટરના અંતરે આવેલી સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ ‘ઓલ વેધર રોડ’ પ્રોજેક્ટનો એક ભાગ છે.

બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ ૪.૫ કિલોમીટર લાંબી છે. ૧૨ નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે ૧૦ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.