Western Times News

Gujarati News

યમનના હુતી બળવાખોરોએ ઇઝરાઇલી શિપ હાઈજેકનો વીડિયો જાહેર કર્યો

નવી દિલ્હી, યમનના ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ શિપ હાઈજેકનો વીડિયો જાહેર કર્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુતી વિદ્રોહીઓએ યમન નજીક દક્ષિણી લાલ સમુદ્રમાં તુર્કીથી ભારત તરફ જતા કાર્ગો જહાજને હાઇજેક કર્યું હતું. Yemen’s Houthi rebels hijack an Israeli ship

ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઈઝરાયેલ સાથેના સંબંધોને કારણે જહાજને કબજે કર્યું છે અને ગાઝાના હમાસ શાસકો સામે ઈઝરાયેલની ઝુંબેશના અંત સુધી આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈઝરાયેલની માલિકીના જહાજાેને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પહેલા ડ્રાઈવરને બંધક બનાવવામાં આવે છે. બાદમાં તેઓ વહાણને આગળ લઈ જાય છે.

કેટલીક બોટ પણ નજીકમાં જતી જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે વિદ્રોહી સંગઠન હુતીને ઈરાનનું સમર્થન પણ છે. રવિવારે, હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં તરતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા.

તેઓએ ૨૫ ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા અને આખા જહાજને કબજે કરી લીધું. તેની સાથે તેઓ યમનના એક બંદરે પહોંચ્યા. હુતીએ એક નિવેદન જારી કરીને આ જહાજના અપહરણની જવાબદારી લીધી છે. યમને વિડિયો ફૂટેજ બહાર પાડ્યું છે જેમાં હુથીઓએ લાલ સમુદ્રમાં ઇઝરાયલના ધ્વજવાળું જહાજ કબજે કર્યું છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે યમનના હુતીઓએ તેમના લડવૈયાઓને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને જહાજ પર ઉતાર્યા અને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધા.

જણાવવામાં આવ્યું કે આ જહાજ પર યુક્રેન, બલ્ગેરિયા, ફિલિપાઈન્સ અને મેક્સિકો સહિત ઘણા દેશોના ક્રૂ મેમ્બર્સ હાજર હતા. તમને જણાવી દઈએ કે આ જહાજ તુર્કિયેથી ભારત જઈ રહ્યું હતું. ઈઝરાયેલે જહાજના અપહરણ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે.

જ્યારે તેને સમગ્ર વિશ્વ માટે સૌથી ગંભીર ઘટના ગણાવવામાં આવી છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે બ્રિટિશ માલિકીના જાપાની કાર્ગો જહાજને ઈરાનના સાથી હુથી લડવૈયાઓએ હાઇજેક કર્યું હતું. તે જ સમયે, પેલેસ્ટાઇન સમર્થિત હમાસે આ હાઇજેક માટે હુથી લડવૈયાઓનો આભાર માન્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જહાજમાં કોઈ ઈઝરાયલી નાગરિક નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવવાના હેતુથી આ કાર્ગો જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.