ભારતમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
નવી દિલ્હી, નવી દિલ્હીઃ ભારતમાં આજે ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દુનિયાએ દિલ્હીના કર્તવ્ય પથ પરથી ભારતની સંસ્કૃતિ અને તાકાત દુનિયાએ નિહાળી છે. પરંપરા પ્રમાણે ભારતના સ્વદેશી સૈન્યનું કૌશલ, સાંસ્કૃતિક વિવિધતા અને નારી શક્તિ પ્રદર્શન કરતી પ્રજાસત્તાક પરેડ યોજાઈ હતી.
કાર્યક્રમની શરુઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને મુખ્ય મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ કર્તવ્ય પથથી ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે.
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી પરેડમાં મુખ્ય અતિથિ રહ્યા હતા. સમારોહમાં દેશભરના નર્તકોના વંદે ભારતમ સમૂહનું આકર્ષક પ્રદર્શન, વીર ગાથા ૨.૦ દ્વારા બહાદૂરીની કહાની, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્કૂલ બેન્ડ દ્વારા મુધૂર પ્રદર્શન, પહેલીવાર ઈ-નિમંત્રણ, અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો અને 3D એનામોર્ફિક પ્રક્ષેપણ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો.
પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે.
બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતિકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૧થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ! સવારે સાડા ૧૦ વાગ્યે શરુ થયેલા પ્રજાસત્તાક પરેડમાં દેશની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાઓનું અનોખુ મિશ્રણ જાેવા મળ્યું, જેમાં દેશની વધતી તાકાત સ્વદશી ક્ષમતાઓ, નારી શક્તિ અને એક ‘ન્યૂ ઈન્ડિયા’ના ઉદ્ભવને પ્રદર્શિત કરાયો હતો.SS1MS