ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/highcourt-3-1024x678.jpeg)
સમગ્ર દેશમાં ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમારે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે ૧૦:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉપસ્થિત સૌની હાજરીમાં તિરંગાને સલામી અર્પી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ, વકીલો તેમજ અનેક કર્મચારીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા.