Western Times News

Gujarati News

છત્તીસગઢ સરકારે કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા

પ્રતિકાત્મક

કર્મચારીઓના ખાતામાં સાતમા પગાર પંચની બાકી રકમ જમા કરાઈ -૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમું પગાર પંચ લાગુ કરાયું હતું ઃ જો કે આ અંગેની જાહેરાત પછીથી કરવામાં આવી

(એજન્સી)રાયપુર, લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા છે એક ખુબ સારા સમાચાર…જેને કારણે હાલ તો સરકારી કર્મચારીઓના ઘરે દિવાળી પહેલાં જ દિવાળી આવી ગઈ છે. છત્તીસગઢમાં ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. તેની જાહેરાત ૨૦૧૭ માં કરવામાં આવી હતી અને સરકારે કહ્યું હતું કે ૧ જાન્યુઆરી, ૨૦૧૬ થી ૩૦ જૂન, ૨૦૧૭ સુધીનું બાકીનું વળતર ૧૮ હપ્તામાં ચૂકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ છત્તીસગઢ સરકારે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના ખાતામાં સાતમા પગાર પંચની બાકી રકમ જમા કરવામાં આવી છે. આ બાકી રકમની પ્રાÂપ્ત સાથે કર્મચારીઓને છેલ્લો હપ્તો ચૂકવવામાં આવશે. છેલ્લા હપ્તાને લગતો આદેશ સરકારે તાજેતરમાં જ આપ્યો છે. સરકાર તરફથી આદેશ મળ્યા બાદ રાજ્ય સરકારના નાણા વિભાગે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આશરે રૂ. ૫૦૦ કરોડના સાતમા પગાર ધોરણનો છેલ્લો હપ્તો ચૂકવી દીધો છે.

તમને જણાવી દઈએ કે છત્તીસગઢ રાજ્યમાં ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. જો કે આ અંગેની જાહેરાત બાદમાં કરવામાં આવી હતી. તેથી, ૧ જાન્યુઆરી, ૨૦૧૬ થી ૩૦ જૂન, ૨૦૧૭ સુધીની બાકી રકમ ૧૮ હપ્તામાં ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. હવે આ લેણાં સરકાર દ્વારા અલગ-અલગ હપ્તામાં ચૂકવવામાં આવી રહી છે.

કોવિડ રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો અટકાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે હજુ પણ સરકારી કર્મચારીઓ એરિયર્સ ચૂકવવાની માંગ કરે છે. સરકારી કર્મચારીઓના એરિયર્સની ચુકવણી બાદ દરેક કર્મચારીને સરેરાશ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા મળશે. કર્મચારીઓને મળેલો આ હપ્તો એપ્રિલથી જૂન ૨૦૧૭નો છે.

જો કે, આ પછી સરકારી કર્મચારીઓને માર્ચના પગાર માટે ૫ થી ૭ એપ્રિલ સુધી રાહ જોવી પડી શકે છે. ખરેખર, સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ આ પ્રક્રિયાને આગળ વધારવાને કારણે પગારમાં વિલંબ થઈ રહ્યો છે. જો કે બાકીના પગારના બિલ તૈયાર કરીને સરકારી તિજોરીમાં મોકલવા સૂચના આપવામાં આવી છે. માર્ચમાં જ,

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ રાજ્ય સરકારના અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૪% વધારાની જાહેરાત કરી હતી. આગામી લોકસભા ચૂંટણી પહેલા સરકારે તેને મંજૂરી આપી હતી. આ વધારા સાથે રાજ્યમાં સરકારી કર્મચારીઓનો ડ્ઢછ વધીને ૫૦ ટકા થઈ ગયો છે. ૧ જાન્યુઆરીથી અમલમાં આવ્યા બાદ કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું એરિયર્સ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.