Western Times News

Gujarati News

કોરોનાનો કાળો કેર ફેલાયો, સ્મશાનોમાં લાગી લાંબી લાઈન

અમેરિકા સ્થિત સંશોધન સંસ્થાએ આ સપ્તાહ કહ્યું કે દેશમાં કેસોનો વિસ્ફોટ થઈ શકે છે અને ચીનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે

નવી દિલ્હી, ચીનમાં કોરોનાનો પ્રકોપ ફરી જાેવા મળી રહ્યો છે. તેને લીધે ચીનમાં ફરી એક વખત કોરોનાને લઈ લોકોમાં ભયનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારીને લીધે ફરી એક વખત મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે.

કોરોના મહામારીના વધતા પ્રકોપને લીધે બેઈજીંગમાં મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. સ્વજનોના મોત બાદ શનિવારે બેઈજીંગના સ્મશાનમાં મોટી સંખ્યામાં ભીડ જાેવા મળી રહી છે. લોકો અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં રડતા જાેવા મળ્યા છે. બેઈજીંગના સૌથી મોટા સ્મશાન ઘાટ બાબોશાનની સ્થિતિ ખૂબ જ ડરાવનાર છે.

અહીં પાર્કિંગ માટે જગ્યા રહી નથી. સ્મશાનમાં કામ કરનાર એક કર્મચારીએ જણાવ્યુ કે અત્યારે શબયાત્રા માટે બુકિંગ કરાવવું મુશ્કેલ છે. લોકો પોતાના પરિવારજનો કે સંબંધીના મૃતદેહોને પ્રાઈવેટ વાહનોમાં લઈ જઈ રહ્યા છે. અહીં સ્મશાનમાં સમગ્ર દિવસ દરમિયાન ધૂમાડો જ ધૂમાડો જાેવા મળે છે.

એજન્સીના જણાવ્યા પ્રમાણે ચીનના ઉત્તર પશ્ચિમમાં આવેલ જીયાન શહેરમાં સૌથી વધારે ખાલી જગ્યા છે. દેશના વાણિજ્ય કેન્દ્ર શાંઘાઈમાં પણ ક્રિસમસ અને ન્યૂયરને લઈ કોઈ ખાસ ઉજવણી કે આનંદનો માહોલ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઉત્સવનો માહોલ નથી. લોકો આઘાતમાં છે. ચીનના ચેંગદૂમાં માર્ગો સુનસાન છે.

હોસ્પિટલોમાં એન્ટીજન ટેસ્ટ કિટની અછત છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે સોમવારથી મોટાભાની શાળાઓ બંધ થઈ જશે. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે ઘરેથી અભ્યાસ કરવામાં આવે. શિયાળુ સત્ર ટૂંક સમયમાં ખતમ થઈ જશે. આ સાથે જ એજ્યુકેશન સત્તાવાળાનું કહેવું છે કે ગુઆંઅજામાં જે શાળાઓમાં અગાઉથી જ ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે.

તેમને આ ફોરમેટમાં વર્ગખંડનું સંચાલન કરવાનું રહેશે. અમેરિકા સ્થિત એક સંશોધન સંસ્થાએ આ સપ્તાહ કહ્યું કે દેશમાં કેસોનો વિસ્ફોટ થઈ શકે છે અને ચીનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.