CID ક્રાઈમના અધિકારી લાંચ લેતા પકડાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી ખાતા દ્વારા ગોઠવવામાં આવેલ એક છટકામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ લાંચ લેતા પકડાઈ ગયા છે. ર૦૧૮માં સુરતમાં નોંધાયેલ એક કેસની તપાસ મામલે આરોપીએ લાંચ માંગી હોવાની વિગતો બહાર આવી છે. ર૦૧૮ના બિટકોઈન કાંડમાં સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ જગદીશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.
સુરત ક્રાઈમમાં દાખલ થયેલ એક ગુના બદલ ફરિયાદીની માલિકીના કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ વગેરે કબજે કરવામાં આવ્યા હતા જે મુદ્દામાલ છોડાવવાના અવેજ પેટે આરોપી જગદીશ ચાવડાએ રૂ.પ૦ હજારની લાંચની માંગણી કરી હતી જે પૈકી ફરિયાદી પાસેથી રૂ.૧૦ હજાર લીધા હતા અને બાકીના ૪૦ હજાર ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી
જે આધારે ગોઠવવામાં આવેલ છટકા દરમિયાન સહયોગ સંકુલ પા‹કગ સેકટર-૧૧, ગાંધીનગર ખાતેથી આરોપી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતાં આ કેસમાં ટ્રેપીંગ અધિકારી તરીકે પોલીસ ઈન્સ્પેકટર બી.ડી. રાઠવા તથા સુપરવિઝન અધિકારી આર.આર.ચૌધરી એ ફરજ બજાવી હતી.