નડિયાદમાં વૈશાલી ગરનાળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા શહેર કોંગ્રેસની માંગણી
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં આવેલા વૈશાલી ગરનાળા નું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખે જિલ્લા કલેકટરને લેખિતમાં માંગણી કરી છે નડીયાદ માં વૈશાલી ગરનાળું વાહન ચાલકોની સલામતી અને વધતાં જતાં ટ્રાફિકની તથા મોટાવાહનોને પસાર થવામાં પડતી મુશ્કેલીઓની દૃષ્ટિએ ખૂબ જ સાંકડું અને ઉંચાઇની દૃષ્ટિએ ખૂબ જ નીચું જણાતા તેની પહોળાઈ અને ઉંચાઈ વધારવા નડિયાદના નગરજનોની પ્રબળ માંગ હતી, તેથી, રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતશહેરી વિકાસ કંપની (જી. યુ. ડી.સી.)ના માધ્યમથી રૂપિયા ૬૯૦.૫૩ લાખના ખર્ચે વૈશાલીગરનાળાની પહોળાઇ અને ઉંચાઈ વધારવાનું કામ મંજુર કરવામાં આવ્યું.
જેનું રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૦૮.૦૮.૨૦૨૧નો રોજ ઇ – ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું ગુજરાત શહેરી વિકાસ કંપની દ્રારા બેકબોન કન્સ્ટરકશન પ્રા. લિ. નામની એજન્સી ફિકસ કરવામાં આવી હતી બાદ માં કામ શરૂ થયું હતું જાેકે ગણતરીના દિવસમાં જ આ કામ બંધ થઈ ગયું છે.
નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે કે ચોમાસાની સિઝનને લગભગ સાડા ત્રણ મહિના જેટલો સમય બાકી છે તેને ધ્યાનમાં રાખી વૈશાલી ગરનાળાની પહોળાઇ અને ઉંચાઈ વધારવાની કામગીરી હાલના તબક્કે શરૂ કરવામાં આવે તેવી માગ છે ચોમાસા પહેલા કામ પૂરું થાય તો શહેરના લોકોને વર્ષોથી જે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો અંત લાવી શકાય. તેથી શહેરીજનોના વિશાળ હિતમાં વૈશાલી ગરનાળાની પહોળાઇ અને ઉંચાઈ વધારવાની કામગીરીનો શક્ય તેટલી વહેલામાં વહેલી તકે પુનઃ પ્રારંભ કરાવવા આવે તેવી માગ કરી છે