Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કચેરી દ્વારા સી.એમ.પટેલ હાઇસ્કુલ મુ-પો-ડભાણ,નડીયાદ ખાતે હાલ માંજ ત્રણ દિવસીય યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા જુદા-જુદા વિષયો પર તાલીમ ત્રણ દિવસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેવાકે ના આરોગ્યલક્ષી, શિક્ષણને લગતા, રોજગારલક્ષી,યુવા નેતૃત્વ,સામાજિક વિકાસ તથા પર્યાવરણ ને લગતા તેમજ વ્યસનમુક્તિ જેવા વિષયો ને આવરી લેવામાં આવ્યા હતા.જેમાં ખેડા જિલા ના વિવિધ યુવક/મહિલા મંડળો ના સભ્યો મળી ૪૦ તાલીમાર્થીઓ ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત સમીર પટેલ,મામલતદાર નડિયાદ શહેર દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.કાર્યક્રમ માં મહેમાનોમાં ભૂપેશ રાવલ આચાર્ય ડભાણ હાઇસ્કુલ, એસ.કે.વરસાત, એચ.કે.પંડ્યા, જી.આર.પટેલ પંકજ સોઢા-,સામાજિક કાર્યકર તથા નેહરુ યુવા કેન્દ્ર મહેશ રાઠવા ,સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા,વિવિધ વક્તાઓ દ્વારા તાલીમાર્થીઓને શિક્ષણને લગતા, તેમજ જીવન કૌશલ્ય વિકાસ, વ્યસનમુક્તિ જેવા વિષયો પર સરસ ઉદાહરણો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers