Western Times News

Gujarati News

બાઇક ચોરીના ગુનાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુના અટકાવવા તેમજ બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ નાઓની સુચના મુજબ નડિયાદ ટાઉન પોસ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ગુર.નં.૧૧૨૦૪૦૪ ૬૨૩૦૦૮૪/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના આરોપીને શોધી કાઢવા સારુ ગુનાવાળી જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ મેળવી ફુટેજમાં દેખાતા ઇસમને ખાનગી બાતમીદારોને બતાવી સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રીષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હેઙકો ગણેશ, શૈલેષકુમાર નાઓને તેઓના સંયુકત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં આવેલ સમજુ લક્ષ્મી હોસ્પીટલના પાર્કિંગમાંથી ચોરી થયેલ મો.સા જેનો રજી. નં જી.જે.૦૭.બી.કે.૭૫૮૩ નું લઇ એક ઇસમ કમળા થી મીલ રોડ થઇ નડીયાદ તરફ આવનાર છે. જે બાતમી આધારે સદર ઇસમને મીલ રોડ મહીલા આર્ટ કોલેજ નજીક ફાટક પાસે થી પકડી સદર મો.સા બાબતે પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરતો હોય.તેમજ સદર ઇસમ પાસે થી મળી આવેલ એક વીવો કંપની ના મોબાઇલ બાબતે કોઇ સંતોષકારક જવાબ ન આપતો હોય. જેથી સદર મો.સા ઉપરોકત ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ છેપકડાયેલ આરોપી (૧) સજનભાઇ ઉફે સાંજયભાઇ ઉફે કારીયો સન/ઓફ રમેશભાઇ ઉફે કાાંતીભાઇ બબાજી પરમાર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.