સિવિલ હોસ્પિટલમાં રોબોટ અને ફાયરના સાધનો ધૂળ ખાય છે?
સુરત, સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન કોરોનાના દર્દીઓને દવા આપવાથી લઈને સમગ્ર કામગીરી કરવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોબોટ સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યો હતો.
હાલ તો કોરોના મહામારી નથી રહી અને ઘણા મહિનાઓથી કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનો પડી રહ્યા છે. જેમાં પહેલા વેન્ટિલેટર ધૂળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે કોરોના વોરિયર એવા રોબોટ નર્સ ધૂળ ખાતું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે, રોબોટ મશીન કોરોના કાળમાં ખૂબ ઉપયોગી હતું. હાલ આ રોબોટનો ઉપયોગ કરવામાં આવતો નથી. જાેકે ભવિષ્યમાં આ રોબોટની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી તેને સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યો છે,
અને સમયાંતરે રોબોટ સહિતના સાધનોની સાફ સફાઈ કરવામાં આવે છે. હોસ્પિટલમાં રોબોટ મશીન ધૂળ ખાતા હોવા મામલે વિપક્ષે તંત્ર સામે ગંભીર આક્ષેપ સાથે તપાસની માગણી કરી છે.