Western Times News

Gujarati News

ટ્રેનમાં યાત્રી અકસ્માત દરમિયાન પોતાને આ જગ્યાએ સુરક્ષિત રાખી શકે છે

ટ્રેન ક્રેશ દરમિયાન વિંડો છે એકદમ સુરક્ષિત જગ્યા

નવી દિલ્હી, ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ટ્રેન દુર્ઘટના અત્યંત ખતરનાક સાબિત થઈ હતી અને કોઈને તેનો અંદાજાે પણ નહોતો. તમને જણાવી દઈએ કે આ ટ્રેન દુર્ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે ત્યાં ભયાનક દ્રશ્ય સર્જાયું હતું.

ટ્રેન દુર્ઘટનામાં સુરક્ષિત રીતે બચવું ખૂબ જ મુશ્કેલ છે. કારણકે, ટ્રેનની સ્પીડ એટલી વધારે હોય છે કે અકસ્માતના સમયે કોઈ યાત્રીને પોતાને સંભાળવા માટે મોકો મળતો નથી. આજે અમે તમને ટ્રેન અકસ્માતથી કેવી રીતે બચી શકાય તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં, તમે જે ડબ્બામાં બેસો છો, ત્યાં એક એવી જગ્યા છે જ્યાં બેઠેલા મુસાફરો પોતાને સુરક્ષિત રાખી શકે છે. જાે તમે આ વિશે જાણતા નથી, તો અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. કોઈપણ ટ્રેન દુર્ઘટનામાં, જ્યારે તમે વચ્ચે બેઠા હોવ ત્યારે સુરક્ષિત રહેવાની સંભાવના સૌથી વધારે રહે છે.

મતલબ જ્યારે તમારી આસપાસ લોકો બેઠા છે અને તમે સીટ પર વચ્ચે બેઠા છો તો એવું કરવાથી ટ્રેન અકસ્માત સમયે તમે સીધા ટ્રેન કમ્પાર્ટમેન્ટની દિવાલ અથવા છત વાળા ભાગને અથડાવવાથી બચી શકો છો અને સુરક્ષિત રહો છો. આ રીતે ખૂબ જ અસરકારક છે અને ટ્રેન અકસ્માતમાં તમને મોતથી બચાવી શકે છે.

જે દિશામાં ટ્રેન આગળ વધી રહી હોય છે તે દિશાથી વિપરિત જાેર મહેસૂસ થાય છે. એવામાં સીટ પર પાછળની તરફ જાેર દઈને બેસો. એવું કરવાથી તમે અકસ્માત દરમિયાન ગંભીર ઈજાથી પોતાને બચાવી શકો છો. કારણકે, એવું જાેવા મળ્યું છે કે, જે લોકો ખૂબ જ આરામથી બેસે છે

તેમને ટ્રેન અકસ્માત સમયે પાછળની તરફ એક ઝટકો લાગે છે અને તે સીધો અથડાઈ જાય છે. તેના કારણે તેને ગંભીર ઈજા પણ થાય છે. કોઈપણ અકસ્માત સમયે તમે ટ્રેનની અંદર ફસાઈ શકો છો અને તેમાં તમારો જીવ પણ જઈ શકે છે. તેથી તમારે વિંડોની તરફ રહેવું જાેઈએ.

અહીં હાજર ઈમરજેન્સી વિન્ડોથી તમે બહાર નીકળી શકો છો અને પોતાનો જીવ બચાવી શકો છો. તમને ઈમરજન્સી વિન્ડો વિશે જાણકારી હોવી જાેઈએ. કારણકે, તે તમને સુરક્ષિત રાખવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. એવામાં ક્રૂને પણ તમે તે વિશે પુછપરછ કરી શકો છો. તમે ટ્રેનમાં વારંવાર ચાલ્યા રાખો છો અને તમારી સીટ પર નથી બેસતતા તો માની લો કે, ટ્રેન અકસ્માત દરમિયાન તમને જીવલેણ ઈજા થવાનું જાેખમ વધી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.