Western Times News

Gujarati News

ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કુશ્તીબાજાેનો હુંકાર

સાક્ષી, વિનેશ, બજરંગની આંદોલનમાંથી પીછેહટ

(એજન્સી)નવી દિલ્હી, કુશ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને ભારતીય રેલ્વેમાં ઓસીડી (સ્પોર્ટ્‌સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જાે કે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આંદોલનથી પીછેહઠ કરી નથી કરી રહ્યા. સાક્ષી મલિકે સોમવારે (૫ જૂન) કહ્યું, અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તે સામાન્ય વાતચીત હતી, અમારી માત્ર એક જ માંગ છે અને તે છે તેમની (બ્રિજભૂષણ સિંહ) ધરપકડ કરો.

સાક્ષી મલિકે કહ્યું, મેં દેખાવોથી પીછેહઠ કરી નથી, મેં રેલ્વેમાં ઓએસડી તરીકે મારું કામ ફરી શરૂ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કતા રહીશું. અમે પીછેહઠ નહીં કરીએ. તેણે (સગીર છોકરી) એ કોઈ એફઆઈઆર પાછી ખેંચી નથી, આ તમામ અહેવાલ ફેક છે.

સાક્ષી મલિકે ધરણામાંથી ખસી જવાના અહેવાલોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, આ સમાચાર બિલકુલ ખોટા છે. ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈએ પીછેહઠ કરી નથી અને ન તો કરીશું. સત્યાગ્રહની સાથે રેલવેમાં પણ અમારી જવાબદારી નિભાવીશું.

જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો. બીજી તરફ બજરંગ પુનિયાએ ટિ્‌વટ કર્યું કે, આંદોલન પાછું ખેંચવાના સમાચાર અફવા છે. આ સમાચાર અમને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.

અમે ન તો આંદોલન પાછું ખેંચ્યું છે અને ન તો પાછું ખેંચીશું. રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં ધરણામાં સામેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પીછેહઠ કરી લેતા દેખાવોમાંથી તેમના નામ પાછા ખેંચી લીધા છે.

સાક્ષી મલિકના ખસી જવાને કુસ્તીબાજાેના આંદોલન માટે આંચકા તરીકે જાેવામાં આવી રહ્યું હતું જેના બાદ ત્રણેય કુશ્તીબાજાેએ નામ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, સાક્ષી મલિકે નોર્થ રેલવેમાં પોતાની નોકરીમાં ફરી જાેડાઈ છે અને આંદોલનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

જાેકે ત્યારબાદ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પણ આંદોલનમાંથી નામ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેઓ પણ રેલવેમાં નોકરી પર પરત ફરી ગયા છે. આ પહેલા તેમની કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બેઠક થઈ હતી. જેના બાદ નામ પાછા ખેંચી લીધા હોવાની માહિતી મળી છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક શનિવારે રાત્રે જ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.