Western Times News

Gujarati News

કલોલના વિલેશ્વરપુરા ગામે ક્રિકેટ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, ૧પ ઈજાગ્રસ્ત

બંને જૂથની ફરિયાદના આધારે ૮ આરોપીઓની ધરપકડ કરાઈ

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલના વિલેશ્વરપુરા ગામે ક્રિકેટ રમતા બાળકો વચ્ચેની માથાકૂટ થઈ હતી. તેમાં મોટેરાઓ વચ્ચે પડતાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સહિત અથડામણની ચોંકાવનારો બનાવ બન્યો હતો. તેમાં બંને જૂથના ૧પથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

બનાવની ગંભીરતાને લક્ષમાં પોલીસે ગામમાં કડક બંદોબસ્ત તહેનાતકરવાની ફરજ પડી છે. જોકે પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેના પગલે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

બિલેશ્વરપુરા ગામે કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે અંદરોઅંદર ઝઘડવા લાગ્યા હતા. છોકરાઓએ એકબીજા સાથે મારામારી કરતા મોટા લોકો વચ્ચે પડતાં ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેમાં ૧પથી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતાં. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ગામમાં દોડી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી વધુ ઘર્ષણ ના થાય તે માટે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

દરમિયાન પોલીસે બંને જૂથો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે રાત્રે ફરી બંને જૂથો વચ્ચે મામલો બિચકતા પથ્થરમારો થયો હતો અને બાઈક સળગાવાની ઘટના બનતા કલોલ ડીવાયએસપી પી.ડી. મણવર સહિતના અધિકારીઓ રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવમાં ઈજાગ્રસ્તોને કલોલની સરકારી હોસ્પિટલ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એકાએક મામલો બિચકવાના બનાવ અંગે ઉશ્કેરાયેલા બંને જૂથની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો અને ૮ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.