Western Times News

Gujarati News

જબલપુરમાં પાંચમા ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

નવી દિલ્હી, મધ્યપ્રદેશના જબલપુરમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. એજન્સી અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે ૧૦ વર્ષની બાળકીએ ગુરુવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી કારણ કે તેની માતાએ તેને જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ ભેડાઘાટ પર લઈ જવાની ના પાડી હતી.

દાનવંત્રી નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિનોદ પાઠકે કહ્યું, ‘જ્યારે માતાએ ના પાડી, ત્યારે બાળકીએ ઉપરના માળે જઈને દરવાજાના પડદા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.’ ઈન્સ્પેક્ટર વિનોદ પાઠકે જણાવ્યું હતું કે શબપરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.૧૭ મેના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક યુવતીએ તેના મંગેતરથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ઉપરાંત, આરોપી મંગેતર સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે યુવતી અને તેનો મંગેતર પણ એકબીજાને મળતા હતા. આ દરમિયાન યુવતીની છેડતી થવા લાગી.મામલો ચંદનનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

આ કેસની માહિતી આપતા એડિશનલ ડીસીપી રાજેશ દાંડોટિયાએ જણાવ્યું હતું કે ચંદન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ તાજેતરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક યુવતીના લગ્ન દેવેન્દ્ર નામના યુવક સાથે નક્કી થયા હતા. પરિવારની સંમતિ બાદ બંનેએ સગાઈ કરી લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.