વડોદરામાં યોજાયેલી વીકેન્ડ એડિશનમાં ક્લાસિક જાવા અને યેઝદી ચમક્યાં
21 ગન સેલ્યુટ ઇન્ટરનેશનલ કન્કૂર્સ દા’એલીગન્સની 10મી એડિશનમાં ક્લાસિક જાવા અને યેઝદીના મોટરસાયકલ ચમક્યાં
વડોદરા, 21 ગન સેલ્યુટ ઇન્ટરનેશનલ કોન્કર્સ દા’અલીગન્સની 10મી એડિશન ઓટોમોબાઇલના પ્રેમીઓ માટે એક રસપ્રદ અને આકર્ષક પ્રસંગ બની રહ્યો હતો. 06થી 08 જાન્યુઆરી, 2023 સુધી આયોજિત વીકેન્ડ એડિશન મોટરસાયકલના પ્રેમીઓ માટે શાનદાર બની ગઈ હતી,
જેમાં આશરે 70 વિન્ટેજ અને ક્લાસિક મોટરસાયકલ પ્રદર્શિત થયા હતા. જાવા અને યેઝદીના ચાહકો માટે આ એડિશન વિશેષ બની ગઈ હતી, જેમાં આ બ્રાન્ડ્સમાંથી ક્લાસિક મોટરસાયકલ્સ માટે સ્પેશ્યલ ‘જાવા યેઝદી ક્લાસ’ને સામેલ કરવામાં આવી હતી.
દુનિયામાં બે ફક્ત કોન્કૂરને આઇસીજેએજી પ્લસ ઇવેન્ટ તરીકે માન્યતા મળી છે, જેમાં આ એડિશન વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાઈ હતી. તેમાં જાવા યેઝદી ક્લાસે મુખ્યત્વે જાવા અને યેઝદી મોટરસાયકલની 1950 જાવા પેરાકથી 1990 યેઝદી રોડકિંગ સુધીની રેન્જને પ્રસ્તુત કરી હતી, જેણે તેના પેવેલિયનમાં મોટી સંખ્યામાં મોટરસાયકલના પ્રેમીઓને આકર્ષિત કર્યા હતા. આ પેવેલિયનમાં ક્લાસિક લિજેન્ડ્સે જાવા અને યેઝદીના મોડલની લેટેસ્ટ રેન્જ પણ પ્રસ્તુત કરી હતી. પરિણામે મોટરસાયકલપ્રેમીઓને બંને બ્રાન્ડના સમૃદ્ધ વારસા અને ભવ્યતા જોવાની તક મળી હતી.
ડિસ્પ્લે પર બીએસએ, એનએસએ, ટ્રાયુમ્ફ, એરિયલ, હોન્ડા, વેલોસેટ્ટે, હાર્લી-ડેવિડસન, વેસ્પા, લેમ્બ્રેટા, વિક્ટોરિયા, સુવેગા, કેજીપી, રાજદૂત જેવા ઉત્પાદકોના અન્ય વિન્ટેજ અને ક્લાસિક મોડલ સામેલ હતા. મુલાકાતીઓએ દાયકાઓથી આ પ્રકારના પ્રતિષ્ઠિત મોટરસાયકલના માલિક હોવાના અને તેને જાળવવાના આનંદ વિશે મોટરસાયકલ પ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો.
બ્રાન્ડની ભાગીદારી વિશે ક્લાસિક લિજેન્ડ્સના સીઇઓ શ્રી આશિષ સિંહે કહ્યું હતું કે, “મુખ્યત્વે પ્રસ્તુત થયેલા ક્લાસિક જાવા અને યેઝદી મોડલ્સ આકર્ષક છે અને અમારા બ્રાન્ડ્સનો વારસો ધરાવતા આ પ્રકારના રોમાંચક મોટરસાયકલ્સની કંપની તરીકે ગર્વની લાગણી થાય છે. અમે આ પ્રકારના વિન્ટેજ મોટરસાયકલ્સના માલિકોને તેમના મોડલ્સનું પ્રદર્શન કરવા મંચ પ્રદાન કરવા બદલ આયોજકોનો આભાર માનીએ છીએ. ”
આ એડિશનમાં ડિસ્પ્લે પર કાર્સ અને મોટરસાયકલ્સને બિરદાવવામાં પણ આવી હતી. ચાલુ વર્ષે મોટરસાયકલ ક્લાસીસ માટે જજોની પેનલનું નેતૃત્વ આદિલ જલ દારુખાનાવાલા હતા – જેઓ પ્રસિદ્ધ મોટરિંગ પત્રકાર, એવોર્ડવિજેતા લેખક તથા વિન્ટેજ અને ક્લાસિક ઓટોમોબાઇલ્સ પર નિષ્ણાત છે, જેઓ મોટરસાયકલની સંપૂર્ણ કેટેગરી બનાવવા માટે પણ જવાબદાર હતા. આશિષ સિંહ જોશી અને એસ કપૂર પણ જ્યુરીમાં સામેલ હતા.
‘જાવા યેઝદી ક્લાસ’ તરીકે રિઝર્વ સ્પેશ્યલ કેટેગરીની અંદર 1954 જાવા ટાઇપ 354, 350સીસી ટ્વિન સીલિન્ડરને સર્વોચ્ચ સન્માન મળ્યું હતું, જે ગાંધીનગરના હેમ વ્યાસની માલિકીનું છે. ત્યારબાદ અતુલ ગોખલેના 1967 જાવા ટાઇપ 353 (250સીસી) અને અભિજીત સાબ્લેના યેઝદી મોડલ બી ફ્લાવર હેડને સન્માન મળ્યાં હતાં. એક ખાસ ‘સ્પિરિટ ઓફ રાઇડિંગ લોન્જેવિટી’ એવોર્ડ એસ અનંતપ્રકાશના 1990 યેઝદી રોડકિંગને એનાયત થયો હતો.
શ્રી જોશીએ ઉમેર્યું હતું કે, “ડિસ્પ્લે પર મોટરસાયકલ્સનું મૂલ્યાંકન જેટલું આનંદદાયક હતું એટલું જ મુશ્કેલ હતું, કારણ કે લગભગ દરેક ફેક્ટરી ફિનિશ ધરાવતાં હતાં. મોટરસાયકલ પ્રેમીઓનું મિલન અને તેમની રસપ્રદ વાતોએ આ એડિશનને ખરાં અર્થમાં યાદગાર બનાવી દીધી હતી.”